Surat : સેગવાછામાના ખેડૂત પુત્ર-પુત્રીએ કૂડો નેશનલ ટુર્નામેન્ટમાં ચાર મેડલ મેળવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઓલપાડના સેગવાછામા ગામના ખેડૂત જિજ્ઞેશભાઈ રામુભાઈ પટેલની પુત્રી દેવાંશી અને પુત્ર દેવાંશ પટેલે કૂડો નેશનલ ટૂર્નામેન્ટમાં ચાર મેડલો મેળવી ગામનું નામ રોશન કર્યુ છે. આ બંન્ને ભુલકાઓ ગત વર્ષે કૂડો ગુજરાત સ્ટેટ ટૂર્નામેન્ટમાં બબ્બે ગોલ્ડ મેડલ મેળવી ચુક્યા છે.
ભારત સરકારના સહયોગથી અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગત તા.13 થી 18મી નવેમ્બર દરમ્યાન 17 મી કૂડો નેશનલ ટૂર્નામેન્ટ, 18 મી અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કૂડો ટૂર્નામેન્ટ અને 7માં ફેડરેશન કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માર્શલ આર્ટની મહાકુંભની આ સ્પર્ધામાં દેશભરનાં 5,437 થી વધુ ફાઇટર્સ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કૂડો ઇન્ડિયા ફાઉન્ડર અને હેડ કોચ હાંશી મેહુલ વોરા તથા શિહાન વિસ્પી ખરાડીના નેતૃત્વમાં યોજાયેલી આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઓલપાડ તાલુકાના સેગવાછામા ગામના ખેડૂત જિજ્ઞેશભાઈ રામુભાઈ પટેલની પુત્રી દેવ્યાંશી પટેલે 13 ગર્લ્સ 45 કિ.ગ્રા.કેટેગરીની નેશનલ ટૂર્નામેન્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તથા પુત્ર દેવાંશ પટેલે 10 બોયઝ 36 કિ.ગ્રા.કેટેગરીની નેશનલ ટૂર્નામેન્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, ફેડરેશન કપ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ તથા ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. આયોજકોએ બંન્ને ભુલકાઓનું મેડલોથી સન્માન કયુંર્ હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

