Surat: નવનીત બાલધીયા કેસમાં ન્યાય મળતા હીરા સોલંકીએ કોળી સમાજની એકતાને બિરદાવી, યુવા શક્તિનો માન્યો આભાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની મુલાકાતે આવેલા રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી નેતા હીરાભાઈ સોલંકીએ બગદાણાના નવનીત બાલધીયા કેસમાં ન્યાયની જીત બદલ સમસ્ત કોળી સમાજ અને યુવા શક્તિનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આ લડતને સમાજ વિરુદ્ધની નહીં, પરંતુ અન્યાય વિરુદ્ધની લડાઈ ગણાવી હતી.
MLA હીરા સોલંકીએ કોળી સમાજનો આભાર માન્યો
બગદાણામાં બનેલી નવનીત બાલધીયાની ઘટના બાદ જે રીતે સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ લેવલ પર કોળી સમાજ એકઠો થયો હતો, તેની હીરા સોલંકીએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, "ખાસ કરીને સમાજના યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતે આક્રોશ વ્યક્ત કર્યો અને અવાજ ઉઠાવ્યો, તે જ આ ન્યાયિક લડતની પાયાની સફળતા છે."
ન્યાય વિરુદ્ધ અન્યાયની લડાઈ
હીરા સોલંકીએ સમાજમાં શાંતિ અને એકતાનો સંદેશ આપતા સ્પષ્ટ કર્યું હતું કે, "આ આંદોલન કે રોષ કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમાજ સામે નહોતો. આ માત્ર અને માત્ર ન્યાય અને અન્યાય વચ્ચેની લડાઈ હતી." તેમણે વધુમાં ઉમેર્યું કે સમાજના યુવા નેતાઓના સંગઠિત પ્રયાસોને કારણે જ આજે પીડિત પરિવારને ન્યાય મળી શક્યો છે.સરકાર અને મંત્રીઓનો આભાર
આ કેસમાં યોગ્ય તપાસ અને ત્વરિત કાર્યવાહી માટે તેમણે રાજ્ય સરકારના મંત્રીઓ અને સાથી ધારાસભ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, "જે રીતે આ કેસમાં સમાજ એકઠો થયો છે, તે જ રીતે ભવિષ્યમાં પણ જ્યારે કોઈ પર અન્યાય થાય ત્યારે સમાજ પક્ષપાત વગર એક થઈને લડત આપે.
આ પણ વાંચો: Dang: સાપુતારામાં પ્રવાસીઓને પરેશાન કરતા બાઇકર્સ પોલીસના સકંજામાં, ટેબલ પોઈન્ટ પર આતંક મચાવતી 70 બાઇકો ડિટેઈન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

