Surat: ડભોલીમાં ધારા અરમોડા બિઝનેસ હબની લિફ્ટ ખોટકાઈ; 12 લોકો અધવચ્ચે ફસાયા

Nov 11, 2026 - 09:30
Surat: ડભોલીમાં ધારા અરમોડા બિઝનેસ હબની લિફ્ટ ખોટકાઈ; 12 લોકો અધવચ્ચે ફસાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા એક જાણીતા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લિફ્ટ ખોટકાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે. ડભોલી સ્થિત 'ધારા અરમોડા બિઝનેસ હબ' ખાતે આવેલી લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીના કારણે અધવચ્ચે બંધ પડી ગઈ હતી. લિફ્ટ અટકી જતાં તેમાં સવાર 12 જેટલા લોકો અંદર જ ફસાઈ ગયા હતા.

કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લિફ્ટ ખોટકાઈ

બંધ લિફ્ટમાં ઓક્સિજન અને ગૂંગળામણના ડર વચ્ચે ફસાયેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને સમગ્ર બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, બનાવની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ તમામ 12 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.ધારા અરમોડા બિઝનેસ હબમાં રોજીંદી અવરજવર દરમિયાન લિફ્ટ અચાનક ટેકનિકલ ફોલ્ટને કારણે બે માળ વચ્ચે અટકી ગઈ હતી.

ટેકનિકલ ખામીથી અટકી લિફ્ટ

લિફ્ટ અટકી જતાં અંદર હાજર 12 લોકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી હતી. કોમ્પ્લેક્સના સિક્યુરિટી સ્ટાફ અને સ્થાનિક લોકોએ પ્રાથમિક પ્રયાસો કર્યા બાદ તાત્કાલિક સુરત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનો વિશેષ સાધનો સાથે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે લિફ્ટના દરવાજાને સાવચેતીપૂર્વક ઓપરેટ કરી અંદર ફસાયેલા તમામ 12 લોકોને એક પછી એક હેમખેમ બહાર કાઢ્યા હતા. સમયસર રેસ્ક્યુ ઓપરેશન પાર પડતાં મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈને સામાન્ય ઈજા પણ પહોંચી નથી.

આ પણ વાંચો: Surat: માત્ર ગાડી અથડાવાની તકરારમાં યુવક પર ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો; શહેરમાં 2 દિવસમાં 3 મર્ડરથી ફફડાટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0