Surat: ટિન્ડર એપ પર દોસ્તી કરવા જતા શિક્ષક લૂંટાયો, અવાવરું જગ્યાએ માર મારી 2 શખ્સોએ 30 હજાર પડાવ્યા

Apr 8, 2026 - 19:30
Surat: ટિન્ડર એપ પર દોસ્તી કરવા જતા શિક્ષક લૂંટાયો, અવાવરું જગ્યાએ માર મારી 2 શખ્સોએ 30 હજાર પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજના ડિજિટલ યુગમાં ડેટિંગ એપ્સનો ઉપયોગ સાવચેતી વગર કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તેનો જીવંત દાખલો સુરતના વરિયાવ વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં એક શાળાના શિક્ષકને ટિન્ડર એપ દ્વારા પ્રેમજાળમાં ફસાવી, લૂંટારુઓએ માર મારી હજારો રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જોકે, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે.

બ્લેકમેઈલિંગનો ખેલ

મળતી માહિતી મુજબ, શિક્ષકે ટિન્ડર એપ પર એક આઈડી સાથે વાતચીત શરૂ કરી હતી. સામે પક્ષેથી વ્યક્તિએ તેમને મળવા માટે વરિયાવ વિસ્તારની એક અવાવરું જગ્યાએ બોલાવ્યા હતા. શિક્ષક જેવા ત્યાં પહોંચ્યા, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. લૂંટારુઓએ શિક્ષકને બેફામ માર માર્યો હતો અને તેમનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો.

પોલીસનો સંપર્ક કર્યો

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શિક્ષકને બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા. બદનામીના ડરથી શિક્ષકે લૂંટારુઓને 30,000 આપી દીધા હતા. પરંતુ લૂંટારુઓની લાલચ વધતા શિક્ષકે આખરે હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે જાળ બિછાવી દબોચ્યા

શિક્ષકની ફરિયાદના આધારે સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છટકું ગોઠવ્યું હતું. લૂંટારુઓ જ્યારે વધુ પૈસા લેવા આવ્યા ત્યારે જ પોલીસે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે.


આ પણ વાંચો----     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0