Surat: એરપોર્ટ પર કસ્ટમ્સનું મેગા ઓપરેશન, બેંગકોકથી લાવવામાં આવેલો 3.20 કરોડનો ગાંજો ઝડપાયો

Feb 19, 2026 - 13:30
Surat: એરપોર્ટ પર કસ્ટમ્સનું મેગા ઓપરેશન, બેંગકોકથી લાવવામાં આવેલો 3.20 કરોડનો ગાંજો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી સુરત ફ્લાઇટમાં આવેલા બે મુસાફરો પાસેથી કસ્ટમ્સની ટીમે 6.40 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે.

સુરત એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો

કસ્ટમ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા બંને પુરુષ મુસાફરોએ અત્યંત ચાલાકીથી ગાંજાને છુપાવ્યો હતો. આરોપીઓએ ગાંજાના જથ્થાને 30 જેટલા નાના પ્લાસ્ટિક પેકેટ્સમાં પેક કર્યો હતો. આ પેકેટ્સને તેમના સામાન (લગેજ) માં એવી રીતે છુપાવ્યા હતા કે સામાન્ય તપાસમાં નજરે ન પડે. જોકે, એક્સ-રે અને શંકાસ્પદ હિલચાલના આધારે કસ્ટમ વિભાગે આ જથ્થો પકડી પાડ્યો હતો.

બે દિવસમાં બીજો કિસ્સો

ચિંતાજનક બાબત એ છે કે સુરત એરપોર્ટ પર માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં જ આ બીજી મોટી કાર્યવાહી છે. બે દિવસ અગાઉ પણ એરપોર્ટ પરથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો, જે સૂચવે છે કે સ્મગલરો હવે સુરત એરપોર્ટનો ઉપયોગ નશાના રૂટ તરીકે કરી રહ્યા છે. કસ્ટમ વિભાગે બંને મુસાફરોની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Kutch: રાપરમાં જર્જરિત મકાનનો હિસ્સો ધરાશાયી, કાટમાળ નીચે 8 થી 10 વાહનો દબાયા



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0