Surat : અવધ-ઉથોપિયા રોડ પર નબીરાની બેદરકારીથી અકસ્માત, આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ

Feb 2, 2026 - 12:00
Surat : અવધ-ઉથોપિયા રોડ પર નબીરાની બેદરકારીથી અકસ્માત, આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં નબીરાઓની બેદરકારીથી અકસ્માત થવાના બનાવો બની રહ્યા છે અને તેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. સુરતના અવધ-ઉથોપિયા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને તેમાં અન્ય કારને અડફેટે લઇને મોટું નુકશાન કર્યું હતું. જો કે કાર ચાલક નિર્દોષ હોવાનો લૂલો બચાવ કરીને મામલાને દબાવાનો પણ પ્રયાસ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાર્ક કરેલી કારને અડફેટે લઇને મોટું નુકશાન કર્યું

શહેરના અવધ-ઉથોપિયા રોડ પર રવિવારે મોડી રાત્રે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. માલતુજારનો દિકરો કાર ચલાવી રહ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું અને તેણે પાર્ક કરેલી કારને અડફેટે લઇને મોટું નુકશાન કર્યું હતું.

અકસ્માત સર્જનાર કારચાલકને ઇજા

આ ઘટનામાં અકસ્માત સર્જનાર કારચાલકને ઇજા થઇ હોવાનું પણ જાણવા મળે છે. આ અકસ્માત અંગે ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માલેતુજારના પુત્રને ખેંચ આવી હોવાની વાત ઉપજાવવામાં આવી

ચોંકાવનારી વાત તો એ છે કે સ્થાનિકોના આરોપ મુજબ અકસ્માતનો આ આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરાયો છે. કાર ચલાવનાર માલેતુજારના પુત્રને ખેંચ આવી હોવાની વાત ઉપજાવવામાં આવી દીધી છે અને માલેતુજાર ના દીકરાને બચાવવાનો પ્રયાસ કરાયો છે.


આ પણ વાંચો-----     Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0