Surat News : સુરતના સરથાણામાંથી હાઈપ્રોફાઈલ સેકસરેકેટ ઝડપાયું, વિદેશથી બોલાવાતી હતી યુવતીઓ
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરથાણામાં બાપા સીતારામ ચોક પાસે હોટલ ભાડે રાખી ચાલતા હાઈ પ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઈમ બ્રાંચના IUCAW યુનિટે પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૨ થાઇલેન્ડ, ૧ યુગાન્ડા અને ૧ મુંબઇની રૂપલલના સાથે રંગરેલિયા મનાવવા આવેલા ૨ ગ્રાહકો પકડી પાડયા હતા. સાથોસાથે સપ્લાયર કમ દલાલ અને મેનેજરની પણ ધરપકડ કરાઈ હતી.
દેહવિકયમાં નામચીન સેન્ડી પટેલ મુખ્ય સંચાલક હોય વોન્ટેડ જાહેર કરાયો
મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના IUCAWના એસીપી મીની જોસેફને બાતમી મળી હતી કે, સરથાણા ખાતે બાપા સીતારામ ચોક નજીક વ્હાઇટ હાઉસ (હોટલ હોમ ટાઉન)માં વિદેશી ગર્લ્સ રાખી હાઇફાઈ સેક્સરેકેટ ચાલી રહ્યું છે. જે માહિતીના આધારે એસીપી જોસેફ, પીઆઈ મહંત સહિતની ટીમે ગુરૂવારે સાંજે હોટલમાં દરોડા પાડયા હતા. હોટલમાંથઈ ૨ થાઇ, ૧ યુગાન્ડા અને ૧ મુંબઈની સુંદરી મળી આવી હતી. હોટલમાં મજા કરવા આવેલા બે ગ્રાહકો રાજ અશ્વિન ગાજીપરા (ઉ.વ.૨૧, રહે-કામરેજ) અને શનિ લક્ષ્મણ ભોઇ (ઉ. વ.૨૪. રહે- પુણા) રંગેહાથ પકડાઈ ગયા હતા. રાજ સેલ્સમેન છે તો શનિ શાકભાજી વિક્રેતા છે.
સરથાણા પોલીસે ગુનો નોંધીને તપાસ કરી શરૂ
યુવતીઓ સપ્લાય કરતો લાલો ઉર્ફે ચિરાગ કિયાણી (ઉ.વ.૩૫, રહે- મગદલ્લા)અને મેનેજર વિવેક કનુ પટેલ (ઉ.વ.૨૨, રહે- હોટલ હોમ ટાઉન- મુળ સાવરકુંડલા, અમરેલી) પણ પોલીસની ઝપટે ચઢી ગયા હતા. આ મામલે સરથાણા પોલીસમાં વિધિવત્ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે હોટલના તમામ રૂમોમાં પણ સર્ચ કરી રોકડા રૂપિયા ૫૦,૯૦૦, ૫ મોબાઈલ, નિરોધ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
