Surat News: સચિન GIDCના જરી વેપારી સાથે રૂપિયા 1.22 કરોડની છેતરપિંડી

Mar 31, 2026 - 09:30
Surat News: સચિન GIDCના જરી વેપારી સાથે રૂપિયા 1.22 કરોડની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શિવશક્તિ જરી ફર્મના માલિક સાથે વિશ્વાસઘાત કરી, લાખોનો મુદ્દામાલ પડાવી લઈ પેમેન્ટ નહીં ચૂકવી રૂ. ૧.૨૨ કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ સચિન પોલીસ મથકે નોંધાઈ છે. માંગરોળના કારખાનેદારે વિશ્વાસ જીતીને ઓર્ડર આપ્યા બાદ હાથ અધ્ધર કરી લેતા વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.

વેપારી અમિતભાઈનો વિશ્વાસ જીતી લીધો

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અમિત નગીનદાસ કાપડિયા સચિન જીઆઈડીસીમાં શિવશક્તિ જરી નામે લેકર ફિલ્મ અને જરી બનાવવાનો વ્યવસાય કરે છે. ગત ફેબ્રુઆરી-૨૦૨૫માં ભરત વિઠ્ઠલભાઈ ફિનાવિયાએ તેમની મુલાકાત લીધી હતી.ભરતભાઈએ પોતાની કંપનીઓ મોટી હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને મોટા પાયે લેકર ફિલ્મનો ઓર્ડર આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં રૂ. ૧૬.૧૪ લાખ અને ત્યારબાદ રૂ. ૨૧.૧૩ લાખનું પેમેન્ટ સમયસર RTGS મારફતે ચૂકવીને વેપારી અમિતભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો.

સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ વિશ્વાસના જોરે તેમણે ૩૦ દિવસની ઉધારી પર સતત લાખો રૂપિયાનો માલ મંગાવવાનું ચાલુ રાખ્યું હતું. બીજી તરફ ફરિયાદીએ કુલ રૂ. ૧,૮૯,૨૫,૫૫૪નો મુદ્દામાલ ભરતભાઈને મોકલી આપ્યો હતો. જેની સામે ભરતભાઈએ માત્ર ३. ૬૬,૫૦,૫૦૯ જ ચૂકવ્યા હતા.લાંબા સમયથી બાકી નીકળતી રૂ. ૧,૨૨,૭૫,૦૪૫ની રકમ માંગવા છતાં આરોપીએ વાયદા કર્યા હતા અને અંતે પેમેન્ટ ચૂકવવાનો ઈનકાર કરી દીધો હતો. આ બનાવમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી ભરતભાઈએ માલ પરનું GST રિફંડ પણ મેળવી લીધું છે, છતાં મૂળ રકમ ચૂકવી નથી. આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી આર્થિક ફાયદો મેળવવાના ઈરાદે છેતરપિંડી આચરી હોવાથી સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad શહેરમાં ફરજ બજાવતા 22 પોલીસ ઇન્સ્પેક્ટરોની સામુહિક બદલી



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0