Surat News : સુરત મનપા સંચાલિત શાળાના ગેટ ટુ ગેધરમાં નોનવેજ પીરસાયું, શિક્ષણ સમિતિના ચેરમેને આપ્યા તપાસના આદેશ

Oct 13, 2025 - 09:30
Surat News : સુરત મનપા સંચાલિત શાળાના ગેટ ટુ ગેધરમાં નોનવેજ પીરસાયું, શિક્ષણ સમિતિના ચેરમેને આપ્યા તપાસના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કાપડિયાનું વધુમાં કહેવું છે કે, આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે અને આચાર્ય દ્વારા કરવામાં આવેલું કૃત્ય ખૂબ જ નિંદનીય છે અને શાળામાં નોનવેજ પાર્ટી હોવી ન જોઈએ, આવી પાર્ટીને કોઈ પરમિશન આપતું જ નથી અને સમિતિની પરમિશન વગર આ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો છે અને શાળાના આચાર્યને ફોન કર્યો ત્યારે માફી માંગી છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થી, શિક્ષકોએ પંગતમાં બેસીને ચિકન, ભાતની જિયાફત માણી

સરસ્વતીનું ધામ ગણાતી શાળાની ગરિમા, આબરૂના સુરતમાં ધજાગરા ઉડી ગયા છે. સુરતની શિક્ષણ સમિતિની એટલે કે સરકારી શાળામાં રવિવારે ગેટ ટુ ગેધરના નામે ચિકન પાર્ટીની મિજબાની માણવામાં આવી હતી. ગોડાદરા વિસ્તારમાં આવેલી શાળામાં યોજાયેલી પાર્ટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકોને પંગતમાં બેસાડીને નોનવેજ શાક અને ભાત પીરસાયા હતા. રવિવારની ઘટનાને લઈને શિક્ષણજગત અને બુદ્ધિજીવીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

નોનવેજ પીરસાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો

સુરતમાં ગોડાદરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-૩૪૨ (પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રાયમરી શાળા)માં રવિવારે બપોરે ચિકન પાર્ટીનું આયોજન કરાયું હતું. અંગ્રેજી માધ્યમની આ શાળામાં સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક મધ્યાહ્ન ભોજન પીરસવામાં આવે છે. જોકે, રવિવારે રજાના દિવસે ગેટ ટુ ગેધરના નામે નોનવેજ જમણ સાથેની પાર્ટી યોજાઈ હતી. પાર્ટીના વાયરલ થયેલા વિડિયોમાં શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નોનવેજ શાક, ભાત ખાતા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. મળતી માહિતી મુજબ, રવિવારે શાળાના 1987 થી 1991ની બેચના ધોરણ-૭ના વિદ્યાર્થીર્થીએ ગેટ ટુ ગેધરનું આયોજન કર્યું હતું.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0