Surat News : શહેરમાં BRTS બસ ચાલકો બન્યા બેફામ, સચિન વિસ્તારમાં BRTSની અડફેટે 52 વર્ષીય આધેડનું કમકમાટીભર્યું મોત

Sep 24, 2025 - 12:00
Surat News : શહેરમાં BRTS બસ ચાલકો બન્યા બેફામ, સચિન વિસ્તારમાં BRTSની અડફેટે 52 વર્ષીય આધેડનું કમકમાટીભર્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. સચિન વિસ્તારમાં BRTS બસના અકસ્માતની ઘટના બનવા પામી છે. BRTS બસ ચાલકે બેફામ વાહન હંકારતા આધેડને અડફેટે લીધો. બસ સાથે જોરદાર ટક્કરને પગલે આધેડનું ઘટનાસ્થળ પર મોત નિપજયું. આ બનાવની જાણ થતા જ તાત્કાલિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આધેડના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

BRTS બસની અડફેટે આધેડનું મોત

શહેરમાં BRTS બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો. સચિન GIDCમાં 52 વર્ષીય ભાવેશભાઈ નોકરીથી પરત આવી રહ્યા હતા. ભાવેશભાઈ બાઈક પર વેસુ આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગે રોગ સાઈડ BRTS બસ આવી. અને બસચાલકની બેદરકારીના કારણે બાઈક સાથે ભયંકર અથડામણ થઈ. BRTS બસ સાથેની અથડામણ થતા બાઈકનો કચ્ચરઘાણ નીકળ્યો. આ ભયાનક અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર જ 52 વર્ષીય આધેડ ભાવેશભાઈનું મોત નિપજયું. BRTS બસે 52 વર્ષય ભાવેશ મેહતાનો ભોગ લીધો. આધેડ ભાવેશભાઈના મૃત્યુથી તેમના પરીવારમાં શોકનો માહોલ છવાયો.

BRTS બસના અકસ્માતને લઈને લોકોમાં ભારે રોષ

BRTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ હતી. આ ઘટનાને લઇ લોકોમાં અને ભાવેશભાઈના પરિવારમાં BRTS બસ ચાલક સામે ભારે રોષ જોવા મળ્યો. વારંવાર BRTS બસ ચાલક દ્વારા આવા ગંભીર અકસ્માતો થતા હોવાને લઈને નાગરિકોમાં આક્રોશ છે. બેફામ બનેલા BRTS બસ ચાલકો સામે નક્કર કાર્યવાહીની માગ વધુ ઉગ્ર બની છે. સુરતમાં હાલમાં કતારગામ વિસ્તારમાં BRTS રૂટ પર એક વાહનચાલક બેફામ ગાડી હંકારતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ અને BRTS બસના અકસ્માતની ઘટનાઓ વધતા લોકોમાં સવાલ ઉઠયા છે કે આખરે ટ્રાફિક નિયમોનું કેમ કડકપણે પાલન કરાતું નથી?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0