Surat :ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો

એક વર્ષ અગાઉ બે રૂપિયાનો વધારો કરાયો હતો74.26ના ભાવે મળતા CNGનો ભાવ રૂ. 75.26 થયો આ ભાવ વધારાની અસરનો સામનો સામાન્ય પ્રજાને કરવો પડી શકે છે મોંઘવારીની બુમ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ તા. 4 જુલાઈથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કર્યો છે. જેને પગલે સીએનજીથી ચાલતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લે એક વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં સીધો બે રૂપિયાનો વધારો કર્યો હતો. ઇંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રિક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક વર્ષ અગાઉ એટલે કે, 22 જૂન, 2023ના રોજ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ સીધો બે રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારબાદ પ્રતિ કિલોએ રૂ. 72.26ના ભાવે મળતા સીએનજીનો ભાવ સીધો વધીને રૂ. 74.26 ઉપર પહોંચી ગયો હતો. દરમિયાન તા. 4 જુલાઈ, 2024થી ફરી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે હવે પ્રતિ કિલોએ રૂ. 74.26ના ભાવે મળતા સીએનજીનો ભાવ રૂ. 75.26 થયો છે. ગુરુવારથી સુરતમાં ભાવ વધારો લાગુ થયો હોવાનું સીએનજી ફેન્ચાયસી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરતમાં સીએનજીથી ચાલતા વાહનોમાં એક લાખ જેટલી કાર અને એકથી દોઢ જેટલી ઓટો રિક્ષા હોવાનો અંદાજ છે. જ્યારે સીએનજી ચાલતા ટ્રાન્સપોર્ટેશનના વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે. નજીકના દિવસોમાં આ ભાવ વધારાની અસરનો સામનો સામાન્ય પ્રજાને કરવો પડી શકે છે.

Surat :ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક વર્ષ અગાઉ બે રૂપિયાનો વધારો કરાયો હતો
  • 74.26ના ભાવે મળતા CNGનો ભાવ રૂ. 75.26 થયો
  • આ ભાવ વધારાની અસરનો સામનો સામાન્ય પ્રજાને કરવો પડી શકે છે

મોંઘવારીની બુમ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ તા. 4 જુલાઈથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કર્યો છે. જેને પગલે સીએનજીથી ચાલતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લે એક વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં સીધો બે રૂપિયાનો વધારો કર્યો હતો.

ઇંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રિક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક વર્ષ અગાઉ એટલે કે, 22 જૂન, 2023ના રોજ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ સીધો બે રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારબાદ પ્રતિ કિલોએ રૂ. 72.26ના ભાવે મળતા સીએનજીનો ભાવ સીધો વધીને રૂ. 74.26 ઉપર પહોંચી ગયો હતો. દરમિયાન તા. 4 જુલાઈ, 2024થી ફરી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે હવે પ્રતિ કિલોએ રૂ. 74.26ના ભાવે મળતા સીએનજીનો ભાવ રૂ. 75.26 થયો છે. ગુરુવારથી સુરતમાં ભાવ વધારો લાગુ થયો હોવાનું સીએનજી ફેન્ચાયસી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં સીએનજીથી ચાલતા વાહનોમાં એક લાખ જેટલી કાર અને એકથી દોઢ જેટલી ઓટો રિક્ષા હોવાનો અંદાજ છે. જ્યારે સીએનજી ચાલતા ટ્રાન્સપોર્ટેશનના વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે. નજીકના દિવસોમાં આ ભાવ વધારાની અસરનો સામનો સામાન્ય પ્રજાને કરવો પડી શકે છે.