Surat: ગણેશ મંડપમાં પથ્થરમારો કરનાર બાળકો મુદ્દે મોટો ખુલાસો થયો
સુરતમાં સૈયદપુરમાં ગણેશ મંડપમાં પથ્થરમારાના કેસમાં પથ્થરમારો કરનાર બાળકો મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં ત્રણ મહિનાથી મદ્રેસામાં અભ્યાસ માટે જતા હતા. તેમજ પથ્થર ફેંકનાર છ બાળકો પૈકી એક શાતીર છે. સુરત શહેર પોલીસને પણ ચકરાવે ચઢાવ્યા હતા. અન્ય બાળકોને પોલીસને શું કહેવું તે સમજાવ્યું હતું. પડદા પાછળના સુત્રધારોને શોધવા પોલીસના પ્રયાસ છ બાળકો પૈકી ચાર ફૂલવાડીના રહેવાસી છે. તેમજ બે બાળકો મુસીબતપુરાના રહેવાસી છે. પડદા પાછળના સુત્રધારોને શોધવા પોલીસના પ્રયાસ છે. જેમાં તમામ છ બાળકોને બાળગૃહ મોકલાયા છે. સુરતમાં પથ્થરમારાની ઘટના મુદ્દે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. પથ્થરમારાની ઘટનામાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે.સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર કચેરીએ શાંતિ સમિતિની બેઠક મળી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સૈયદપુરામાં બનેલી પથ્થરમારાની ઘટના અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પથ્થર ફેંકનારા યુવાઓને સાચા માર્ગ પર લાવવા કમિશનરે અપીલ કરી હતી. હાલમાં બાળકોને આવું કોણ કરાવી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે શહેરમાં શાંતિ અને સુમેળ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા સૂચના આપવામાં આવી હતી. હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને આગામી દિવસોમાં આવી રહેલા ઈદમિલાદના તહેવારને લઈ વિવિધ સમાજમાં ચિંતા છે, ત્યારે શહેરમાં કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસે બેઠકમાં અપીલ કરી હતી. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. 10 જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાની વાત સામે આવી છે. શનિવારે પણ 6 સગીરોએ પથ્થરમારો કર્યોનું ખૂલ્યું હતું. ત્યારે હાલમાં બાળકોને આવું કોણ કરાવી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પથ્થરમારો કરનારા 28 લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ થઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સૈયદપુરમાં ગણેશ મંડપમાં પથ્થરમારાના કેસમાં પથ્થરમારો કરનાર બાળકો મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં ત્રણ મહિનાથી મદ્રેસામાં અભ્યાસ માટે જતા હતા. તેમજ પથ્થર ફેંકનાર છ બાળકો પૈકી એક શાતીર છે. સુરત શહેર પોલીસને પણ ચકરાવે ચઢાવ્યા હતા. અન્ય બાળકોને પોલીસને શું કહેવું તે સમજાવ્યું હતું.
પડદા પાછળના સુત્રધારોને શોધવા પોલીસના પ્રયાસ
છ બાળકો પૈકી ચાર ફૂલવાડીના રહેવાસી છે. તેમજ બે બાળકો મુસીબતપુરાના રહેવાસી છે. પડદા પાછળના સુત્રધારોને શોધવા પોલીસના પ્રયાસ છે. જેમાં તમામ છ બાળકોને બાળગૃહ મોકલાયા છે. સુરતમાં પથ્થરમારાની ઘટના મુદ્દે પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. પથ્થરમારાની ઘટનામાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે.સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશનર કચેરીએ શાંતિ સમિતિની બેઠક મળી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સૈયદપુરામાં બનેલી પથ્થરમારાની ઘટના અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પથ્થર ફેંકનારા યુવાઓને સાચા માર્ગ પર લાવવા કમિશનરે અપીલ કરી હતી.
હાલમાં બાળકોને આવું કોણ કરાવી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે
શહેરમાં શાંતિ અને સુમેળ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા સૂચના આપવામાં આવી હતી. હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને આગામી દિવસોમાં આવી રહેલા ઈદમિલાદના તહેવારને લઈ વિવિધ સમાજમાં ચિંતા છે, ત્યારે શહેરમાં કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસે બેઠકમાં અપીલ કરી હતી. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. 10 જગ્યાએ પથ્થરમારો કરવાનો પ્લાન હોવાની વાત સામે આવી છે. શનિવારે પણ 6 સગીરોએ પથ્થરમારો કર્યોનું ખૂલ્યું હતું. ત્યારે હાલમાં બાળકોને આવું કોણ કરાવી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પથ્થરમારો કરનારા 28 લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ થઈ રહી છે.