Surat: કરોડો રૂપિયા USDTમાં કન્વર્ટ કરનારા પિતા-પુત્ર ઝડપાયા, સમગ્ર રેકેટનો થયો પર્દાફાશ
દેશના અર્થતંત્રને ઉધઈની જેમ કોરી ખાતા અને હવાલાના કરોડો રૂપિયાને યુએસડીટીમાં તબ્દીલ કરીને વિદેશમાં નાણા મોકલવાના રેકેટનો સુરત શહેરમાં પર્દાફાશ થવા પામ્યો છે. સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા બોગ્સ બેંક એકાઉન્ટ થકી હવાલાના રૂપિયાને વિદેશમાં મોકલનારા પિતા-પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે અન્ય બે આરોપી ઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન 16.95 લાખ રૂપિયા રોકડ સહિત ઢગલા બંધ સીમકાર્ડ અને વિદેશી રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ ઠગાઈ-જુગારના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કર્યા બાદ તે રકમ વિદેશમાં બારોબાર સગેવગે કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઓનલાઈન ટ્રાવેલ ટિકિટ બુકિંગના નામે નેટવર્ક ચલાવવામાં આવતું હતું પાકિસ્તાન અને ચીન સહિત બાંગ્લાદેશ હવાલાના તારા જોડાયેલા છે, ઓનલાઈન ફ્રોડ,સટ્ટા અને ગેરકાયદેસર ગેમિંગના રૂપિયાને યુએસડીટીમાં કન્વર્ટ કરી આપવાના મોટા રેકેટનો સુરત શહેર એસઓજી દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. શહેરના ગરીબ અને અભણ લોકોને લાલચ આપી ને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા બાદ ભેનંભરી રૂપિયા આ એકાઉન્ટમાં જમા કરીને તેમાંથી યુએસડીટી ખરીદી કૌભાંડી ઓને યુએસડીટી ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી, સુરત શહેરના ભાગા તળાવના નજીકનાં સોની ફળિયામાં સિંધીવાડ ખાતે મકબુલ ડોક્ટર અને તેના પુત્રો દ્વારા ઓનલાઈન ટ્રાવેલ ટિકિટ બુકિંગના નામે નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પિતા-પુત્ર સહિતના આરોપીઓના ગોરખધંધા પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ઠગાઈ, જુગારના રૂપિયા હવાલાથી મેળવીને તેને usdtમાં કન્વર્ટ કરવામાં આવ્યા ભાદ આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતુ, જેને પગલે પોલીસની ટીમ દ્વારા પિતા મકબુલ ડોક્ટર પુત્ર કાશીફની ઓફિસ અને મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીમ ઉર્ફે કાશીફ મકબુલ ડોક્ટર અને માઝ અબ્દુલ રહીમ નાડાની પરપકડ કરવામાં આવી હતી. પોલીસે 50 ડેબિટ કાર્ડ અને 32 ચેકબુક સહિત અન્ય મુદ્દામાલ કર્યો જપ્ત સુરત શહેર એસઓજી પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન ઓફિસ અને મકાનમાંથી અલગ - અલગ 10 બેંક એકાઉન્ટની પાસબુક, 32 ચેકબુક, અલગ અલગ બેંકના 40 ડેબિટ કાર્ડ, 500 સીમકાર્ડ સહિત 16.95 લાખ રૂપિયા રોકડા અને વિદેશી નાણા સહિતનો મુલમાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની હાથ ધરવામાં આવેલી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઓનલાઈન ફોડ, સદા અને ગેમિંગ થકી સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરોડો રૂપિયા ડમી એકાઉન્ટ થકી પડાવી લેવાયા બાદ આ રકમ બારોબાર એકાઉન્ટમાંથી કાઢી લેવામાં આવતી હતી. ત્યારબાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી આ રેકેટ ચલાવનારા કરોડો રૂપિયા હવાલા મારફતે ડોક્ટર પિતા - પુત્રને મોકલતા હતા. જે રકમ બેંક એકાઉન્ટમાં જમા કરાવીને તેનાથી યુએસડીટી ખરીદી કરવામાં આવતી હતી. આ યુએસડીટી ત્યારબાદ હવાલા રેકેટ ચલાવનારાઓના વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. ટેરર ફંડિગ સાથે આ લોકોના કનેકશન છે કે નહીં તેની પણ તપાસ શરૂ સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં ડોક્ટરના પુત્ર બસ્સામ, મુર્તુઝા શેખ અને અમદાવાદના મહેશ દેસાઈને વોન્ટેડ જાહેર કરવાની સાથે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, આ રેકેટ ના તાર ઇન્ટરનેશનલ હોવાથી આવનારા દિવસોમાં અન્ય દેશની એજન્સી પણ તપાસમાં જોડાશે, સાથે જ ટેરર ફંડિગ સાથે આ લોકોના કનેકશન છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશના અર્થતંત્રને ઉધઈની જેમ કોરી ખાતા અને હવાલાના કરોડો રૂપિયાને યુએસડીટીમાં તબ્દીલ કરીને વિદેશમાં નાણા મોકલવાના રેકેટનો સુરત શહેરમાં પર્દાફાશ થવા પામ્યો છે. સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા બોગ્સ બેંક એકાઉન્ટ થકી હવાલાના રૂપિયાને વિદેશમાં મોકલનારા પિતા-પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
જ્યારે અન્ય બે આરોપી ઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન 16.95 લાખ રૂપિયા રોકડ સહિત ઢગલા બંધ સીમકાર્ડ અને વિદેશી રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ ઠગાઈ-જુગારના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કર્યા બાદ તે રકમ વિદેશમાં બારોબાર સગેવગે કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ઓનલાઈન ટ્રાવેલ ટિકિટ બુકિંગના નામે નેટવર્ક ચલાવવામાં આવતું હતું
પાકિસ્તાન અને ચીન સહિત બાંગ્લાદેશ હવાલાના તારા જોડાયેલા છે, ઓનલાઈન ફ્રોડ,સટ્ટા અને ગેરકાયદેસર ગેમિંગના રૂપિયાને યુએસડીટીમાં કન્વર્ટ કરી આપવાના મોટા રેકેટનો સુરત શહેર એસઓજી દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. શહેરના ગરીબ અને અભણ લોકોને લાલચ આપી ને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા બાદ ભેનંભરી રૂપિયા આ એકાઉન્ટમાં જમા કરીને તેમાંથી યુએસડીટી ખરીદી કૌભાંડી ઓને યુએસડીટી ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી, સુરત શહેરના ભાગા તળાવના નજીકનાં સોની ફળિયામાં સિંધીવાડ ખાતે મકબુલ ડોક્ટર અને તેના પુત્રો દ્વારા ઓનલાઈન ટ્રાવેલ ટિકિટ બુકિંગના નામે નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી.
જેના આધારે પિતા-પુત્ર સહિતના આરોપીઓના ગોરખધંધા પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ઠગાઈ, જુગારના રૂપિયા હવાલાથી મેળવીને તેને usdtમાં કન્વર્ટ કરવામાં આવ્યા ભાદ આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતુ, જેને પગલે પોલીસની ટીમ દ્વારા પિતા મકબુલ ડોક્ટર પુત્ર કાશીફની ઓફિસ અને મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીમ ઉર્ફે કાશીફ મકબુલ ડોક્ટર અને માઝ અબ્દુલ રહીમ નાડાની પરપકડ કરવામાં આવી હતી.
પોલીસે 50 ડેબિટ કાર્ડ અને 32 ચેકબુક સહિત અન્ય મુદ્દામાલ કર્યો જપ્ત
સુરત શહેર એસઓજી પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન ઓફિસ અને મકાનમાંથી અલગ - અલગ 10 બેંક એકાઉન્ટની પાસબુક, 32 ચેકબુક, અલગ અલગ બેંકના 40 ડેબિટ કાર્ડ, 500 સીમકાર્ડ સહિત 16.95 લાખ રૂપિયા રોકડા અને વિદેશી નાણા સહિતનો મુલમાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની હાથ ધરવામાં આવેલી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઓનલાઈન ફોડ, સદા અને ગેમિંગ થકી સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરોડો રૂપિયા ડમી એકાઉન્ટ થકી પડાવી લેવાયા બાદ આ રકમ બારોબાર એકાઉન્ટમાંથી કાઢી લેવામાં આવતી હતી. ત્યારબાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી આ રેકેટ ચલાવનારા કરોડો રૂપિયા હવાલા મારફતે ડોક્ટર પિતા - પુત્રને મોકલતા હતા. જે રકમ બેંક એકાઉન્ટમાં જમા કરાવીને તેનાથી યુએસડીટી ખરીદી કરવામાં આવતી હતી. આ યુએસડીટી ત્યારબાદ હવાલા રેકેટ ચલાવનારાઓના વોલેટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી.
ટેરર ફંડિગ સાથે આ લોકોના કનેકશન છે કે નહીં તેની પણ તપાસ શરૂ
સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં ડોક્ટરના પુત્ર બસ્સામ, મુર્તુઝા શેખ અને અમદાવાદના મહેશ દેસાઈને વોન્ટેડ જાહેર કરવાની સાથે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, આ રેકેટ ના તાર ઇન્ટરનેશનલ હોવાથી આવનારા દિવસોમાં અન્ય દેશની એજન્સી પણ તપાસમાં જોડાશે, સાથે જ ટેરર ફંડિગ સાથે આ લોકોના કનેકશન છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.