Surat: એરપોર્ટ પર બોમ્બની અફવાથી હડકંપ, "મારી પાસે બોમ્બ છે" કહી યુવકે સ્ટાફને ફાળ પાડી, ડુમસ પોલીસે કરી ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત એરપોર્ટ પર આજે મોડી રાત્રે બોમ્બ હોવાની અફવાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. એક યુવકે એરપોર્ટ સ્ટાફ સમક્ષ પોતાની પાસે બોમ્બ હોવાનો દાવો કરતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટ પરિસરમાં ચેકિંગનો ધમધમાટ શરૂ કરાયો હતો.
બોમ્બ હોવાની અફવાને પગલે ભારે દોડધામ
મળતી માહિતી મુજબ, સુરત એરપોર્ટ પર એક યુવક પેસેન્જર તરીકે અથવા અન્ય કામ અર્થે આવ્યો હતો. ચેકિંગ કે વાતચીત દરમિયાન આ યુવકે અચાનક એરપોર્ટ સ્ટાફને ઉદ્દેશીને કહ્યું કે, "મારી પાસે બોમ્બ છે." આ સાંભળતા જ ત્યાં હાજર સ્ટાફના સભ્યો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ તથા સુરક્ષા કર્મીઓને જાણ કરી હતી.
સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન
ઘટનાની ગંભીરતાને જોતા એરપોર્ટના ચોક્કસ હિસ્સાને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સીઆઈએસએફ (CISF) અને સ્થાનિક સુરક્ષા સ્ટાફ દ્વારા યુવકની કડક તલાશી લેવામાં આવી હતી. તેના સામાન અને આસપાસના વિસ્તારનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, લાંબી તપાસના અંતે યુવક પાસેથી કોઈ પણ પ્રકારની વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, જેથી એરપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: Banaskantha: અમીરગઢ હાઇવે પર ખાનગી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એકનું કમકમાટીભર્યું મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

