Surat: અસામાજિક તત્વો બન્યા બેફામ, 4 દિવસમાં 2 પોલીસ પુત્રોની હત્યા
સચીનમાં નિવૃત પોલીસ કર્મીના મકાનમાં હત્યારાંદેર રોડ પર સરાજાહેર પોલીસ પુત્ર પર ચપ્પુથી હુમલો રાંદેર રોડ સ્થિત રૂપાલી ટોકીઝ પાસેનો બનાવ સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં બે પોલીસ પુત્રોની હત્યા થઈ હોવાની જાણકારી મળી રહી છે. શહેરના રાંદેર અને સચીન વિસ્તારના પોલીસ સ્ટેશનની હદમાં હત્યા થઈ હોવાની જાણકારી મળી છે. રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા થઈ હોવાની માહિતી મળી છે. સચીનમાં નિવૃત પોલીસ કર્મચારીના મકાનમાં હત્યા થઈ છે. ત્યારે સચીન વિસ્તારમાં પોલીસના પુત્ર રવિને કોણે અને કયા કારણે મોતને ઘાટ ઉતાર્યો તે પણ એક રહસ્ય છે. ત્યારે રાંદેર વિસ્તારમાં રોડ પર સરાજાહેર પોલીસ પુત્ર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન ધીરજ રામણભાઈ વળવીનું મોત નીપજ્યુ હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી રાંદેર રોડ પર આવેલી રૂપાલી ટોકીઝ પાસે આ બનાવ બન્યો હતો. ધીરજ રામણભાઈ વળવીના પિતા સુરત શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવે છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે બાઈક યુ ટર્ન લેવા બાબતે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ આ હત્યા થઈ હોવાનું અનુમાન છે. ત્યારે રાંદેર પોલીસે હવે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં નકલી પોલીસ બની તોડ કરતી આખી ગેંગ ઝડપાઈ સુરતના વરાછામાં નકલી પોલીસ બનીને 5 આરોપીઓ જુગાર રમાતો હતો, ત્યા રેડ કરવા ગયા હતા અને પોલીસ બનીને રેડ કરી હતી, જુગાર રમતા લોકો સામે આ નકલી પોલીસ બનીને ગયેલા લોકોએ કહ્યું કે સેટલમેન્ટ કરી લો તો કેસ નહીં કરીએ અને જુગાર રમતા લોકોએ સેટલમેન્ટ કરી નકલી પોલીસ બનીને આવેલા લોકોએ રૂપિયા 1.73 લાખનો તોડ કર્યો અને ત્યાંથી રફૂચક્કર થઈ ગયા હતા. ત્યારે જુગારીઓને શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે CCTVના આધારે નકલી પોલીસ બનીને આવેલા લોકોને ઝડપ્યા છે. પોલીસે કૂલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 2 આરોપીઓ ફરાર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સચીનમાં નિવૃત પોલીસ કર્મીના મકાનમાં હત્યા
- રાંદેર રોડ પર સરાજાહેર પોલીસ પુત્ર પર ચપ્પુથી હુમલો
- રાંદેર રોડ સ્થિત રૂપાલી ટોકીઝ પાસેનો બનાવ
સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં બે પોલીસ પુત્રોની હત્યા થઈ હોવાની જાણકારી મળી રહી છે. શહેરના રાંદેર અને સચીન વિસ્તારના પોલીસ સ્ટેશનની હદમાં હત્યા થઈ હોવાની જાણકારી મળી છે.
રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા
રાંદેર અને સચીન પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ પુત્રોની હત્યા થઈ હોવાની માહિતી મળી છે. સચીનમાં નિવૃત પોલીસ કર્મચારીના મકાનમાં હત્યા થઈ છે. ત્યારે સચીન વિસ્તારમાં પોલીસના પુત્ર રવિને કોણે અને કયા કારણે મોતને ઘાટ ઉતાર્યો તે પણ એક રહસ્ય છે. ત્યારે રાંદેર વિસ્તારમાં રોડ પર સરાજાહેર પોલીસ પુત્ર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન ધીરજ રામણભાઈ વળવીનું મોત નીપજ્યુ હતું.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી
રાંદેર રોડ પર આવેલી રૂપાલી ટોકીઝ પાસે આ બનાવ બન્યો હતો. ધીરજ રામણભાઈ વળવીના પિતા સુરત શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવે છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે બાઈક યુ ટર્ન લેવા બાબતે માથાકૂટ થઈ હતી, ત્યારબાદ આ હત્યા થઈ હોવાનું અનુમાન છે. ત્યારે રાંદેર પોલીસે હવે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં નકલી પોલીસ બની તોડ કરતી આખી ગેંગ ઝડપાઈ
સુરતના વરાછામાં નકલી પોલીસ બનીને 5 આરોપીઓ જુગાર રમાતો હતો, ત્યા રેડ કરવા ગયા હતા અને પોલીસ બનીને રેડ કરી હતી, જુગાર રમતા લોકો સામે આ નકલી પોલીસ બનીને ગયેલા લોકોએ કહ્યું કે સેટલમેન્ટ કરી લો તો કેસ નહીં કરીએ અને જુગાર રમતા લોકોએ સેટલમેન્ટ કરી નકલી પોલીસ બનીને આવેલા લોકોએ રૂપિયા 1.73 લાખનો તોડ કર્યો અને ત્યાંથી રફૂચક્કર થઈ ગયા હતા. ત્યારે જુગારીઓને શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે CCTVના આધારે નકલી પોલીસ બનીને આવેલા લોકોને ઝડપ્યા છે. પોલીસે કૂલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 2 આરોપીઓ ફરાર છે.