Suratમાં 7 વર્ષ પછી તંત્ર જાગ્યું, GSTની ટ્રિબ્યૂનલ બેન્ચ શરૂ કરવામાં આવશે
સુરતમાં ટ્રિબ્યૂનલ બેન્ચ 6 મહિનામાં શરૂ થશે જેમાં જગ્યા શોધવા સહિતની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે,છેલ્લા બે વર્ષથી ટ્રિબ્યુનલ બનાવવાની ચર્ચા હતી જેમાં હવે ટ્રિબ્યૂનલ બનતા કરદાતાને ગુજરાત હાઇકોર્ટ જવું નહીં પડે તે માટે રાહતના સમાચાર છે.આગામી વર્ષમાં માંગણી ઉકેલવા માટે તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી છે.સુરત, અમદાવાદ અને રાજકોટમાં બનશે ટ્રિબ્યૂનલ કોર્ટ. GST લાગુ થયાના 7 વર્ષ પછી તંત્ર જાગ્યુ જીએસટીનો કાયદો તો લાંબા સમયથી અમલી બન્યો છે પણ સુરતમાં હવે ટ્રીબ્યૂનલ બેન્ચ 6 મહિનામાં શરૂ કરાશે જેમાં ટ્રિબ્યૂનલ બેન્ચ માટે જગ્યા શોધવા સહિતની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે.વેપારીઓની GST લાગુ થયા બાદ બાકી રહેલી માંગણી પૂર્ણ થશે સાથે સાથે આગામી વર્ષમાં માંગણી ઉકેલવા માટે હાથ ધરાયેલી તૈયારીઓ પણ પૂર્ણ થશે.છેલ્લા બે વર્ષથી ટ્રિબ્યૂનલ બનાવવાની ચર્ચા હતી.હવે જીએસટીના કેસો માટે અમદાવાદ સુધી લાંબા નહી થઉ પડે. સુરતમાં જવેલર્સના ત્યાં પાડયા હતા દરોડા સુરતમાં 8 જવેલર્સના ત્યાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા,જેમાં બિલ વગર સોનું વેચતા હોવાની આશંકાથી દરોડા પાડવામાં આવ્યા હતા.કલામંદિર, બિશન દયાળ,પચ્ચીગર, દાગીના,ગહેના, નાકરાણી ,મહાવીર જ્વેલર્સના ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.મોટી કર ચોરી મળવાની આશંકાને લઇ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી.ત્યારે અન્ય જવેલર્સના ત્યાં પણ અગામી સમયમાં દરોડા પાડવામાં આવી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. બોગસ પેઢીઓ પર પણ પાડયા દરોડા ગુજરાતમાં 200થી વધુ બોગસ પેઢીઓ રજિસ્ટર્ડ કરાવી, કરોડો રૂપિયાના બોગસ બીલો જનરેટ કરીને, કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની ટીમે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં વધુ સાત જગ્યાએ દરોડા પાડીને દસ્તાવેજો, બેંક એકાઉન્ટ સહિતની વસ્તુઓ કબજે કરી હોવાનું જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, ઈડીએ ગત સપ્તાહમાં એક સાથે 23થી વધુ સ્થળે ત્રાટકી 200 બોગસ કંપનીઓના ટ્રાન્જેકશનના દસ્તાવેજો કબજે કર્યા હતા. EDની ટીમે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં સાત જગ્યાએ એક સામટા દરોડા પાડયા હતા. મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાયેલના ત્યાં દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ટ્રિબ્યૂનલ બેન્ચ 6 મહિનામાં શરૂ થશે જેમાં જગ્યા શોધવા સહિતની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે,છેલ્લા બે વર્ષથી ટ્રિબ્યુનલ બનાવવાની ચર્ચા હતી જેમાં હવે ટ્રિબ્યૂનલ બનતા કરદાતાને ગુજરાત હાઇકોર્ટ જવું નહીં પડે તે માટે રાહતના સમાચાર છે.આગામી વર્ષમાં માંગણી ઉકેલવા માટે તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી છે.સુરત, અમદાવાદ અને રાજકોટમાં બનશે ટ્રિબ્યૂનલ કોર્ટ.
GST લાગુ થયાના 7 વર્ષ પછી તંત્ર જાગ્યુ
જીએસટીનો કાયદો તો લાંબા સમયથી અમલી બન્યો છે પણ સુરતમાં હવે ટ્રીબ્યૂનલ બેન્ચ 6 મહિનામાં શરૂ કરાશે જેમાં ટ્રિબ્યૂનલ બેન્ચ માટે જગ્યા શોધવા સહિતની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે.વેપારીઓની GST લાગુ થયા બાદ બાકી રહેલી માંગણી પૂર્ણ થશે સાથે સાથે આગામી વર્ષમાં માંગણી ઉકેલવા માટે હાથ ધરાયેલી તૈયારીઓ પણ પૂર્ણ થશે.છેલ્લા બે વર્ષથી ટ્રિબ્યૂનલ બનાવવાની ચર્ચા હતી.હવે જીએસટીના કેસો માટે અમદાવાદ સુધી લાંબા નહી થઉ પડે.
સુરતમાં જવેલર્સના ત્યાં પાડયા હતા દરોડા
સુરતમાં 8 જવેલર્સના ત્યાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા,જેમાં બિલ વગર સોનું વેચતા હોવાની આશંકાથી દરોડા પાડવામાં આવ્યા હતા.કલામંદિર, બિશન દયાળ,પચ્ચીગર, દાગીના,ગહેના, નાકરાણી ,મહાવીર જ્વેલર્સના ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.મોટી કર ચોરી મળવાની આશંકાને લઇ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી.ત્યારે અન્ય જવેલર્સના ત્યાં પણ અગામી સમયમાં દરોડા પાડવામાં આવી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
બોગસ પેઢીઓ પર પણ પાડયા દરોડા
ગુજરાતમાં 200થી વધુ બોગસ પેઢીઓ રજિસ્ટર્ડ કરાવી, કરોડો રૂપિયાના બોગસ બીલો જનરેટ કરીને, કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની ટીમે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં વધુ સાત જગ્યાએ દરોડા પાડીને દસ્તાવેજો, બેંક એકાઉન્ટ સહિતની વસ્તુઓ કબજે કરી હોવાનું જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, ઈડીએ ગત સપ્તાહમાં એક સાથે 23થી વધુ સ્થળે ત્રાટકી 200 બોગસ કંપનીઓના ટ્રાન્જેકશનના દસ્તાવેજો કબજે કર્યા હતા. EDની ટીમે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં સાત જગ્યાએ એક સામટા દરોડા પાડયા હતા. મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાયેલના ત્યાં દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે.