Suratમાં રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવીને ચોરી કરતી ગેંગના 4 આરોપી ઝડપાયા
સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડીને ચોરી કરતી ગેંગના 4 આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.મુસાફરોની નજર ચૂકવીને આરોપીઓ તેમના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરતા હતા.ઐયા ગેંગના 4 આરોપીની પોલીસે કરી ધરપકડ અને આરોપીઓ પાસેથી રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. લિંબાયતના નીલગીરી સર્કલ પાસેથી 4 આરોપી ઝડપાયા સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસેથી 4 આરોપીઓ ઝડપાયા છે.આ આરોપીઓ રિક્ષામાં બેસેલા મુસાફરોની નજર ચૂકવીને ચોરી કરતા હોવાની વાત સામે આવી છે.આસિફ શેખ, અફઝલ શેખ,ઇસરાઇલ ચૌહાણ અને ઇમરાન શેખની પોલીસે ધરપકડ કરી છે,આરોપીઓ ચોરી કરવા માટે વહેલી સવારે 4 વાગે નીકળતા હતા અને એકલ દોકલ મુસાફરોને બેસાડી ચોરીને અંજામ આપતા હતા,ઐયા ગેંગ સામે અત્યાર સુધીમાં 22 ચોરીના ગુના નોંધાયા છે. 22 ગુના ચોરીના નોંધાયા છે આરોપીઓ સામે ઝડપાયેલા તમામ ચાર આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને આરોપીઓ સામે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 22 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.મુસાફરોનું ધ્યાન ચૂકવીને તેમના પર્સ અને મોબાઈલની ચોરી કરવામાં આવતી હતી,ક્રાઈમ બ્રાન્ચને આ બાબતની જાણ થતા તેમણે વોચ ગોઠવીને વહેલી સવારે આરોપીઓને ઝડપી પાડયા છે.આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ચોરી કરવા માટે વહેલી સવારે નીકળતા હતા અને ચોરીને ઘટનાને અંજામ આપતા હતા. 25 મે 2024ના રોજ આવી જ એક રિક્ષા ગેંગ ઝડપાઈ સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને સિફ્તપૂર્વક ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરનારી ટોળકીના 3 ઝડપાયા હતાં. તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડીને ચોરી કરતી ગેંગના 4 આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.મુસાફરોની નજર ચૂકવીને આરોપીઓ તેમના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરતા હતા.ઐયા ગેંગના 4 આરોપીની પોલીસે કરી ધરપકડ અને આરોપીઓ પાસેથી રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
લિંબાયતના નીલગીરી સર્કલ પાસેથી 4 આરોપી ઝડપાયા
સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસેથી 4 આરોપીઓ ઝડપાયા છે.આ આરોપીઓ રિક્ષામાં બેસેલા મુસાફરોની નજર ચૂકવીને ચોરી કરતા હોવાની વાત સામે આવી છે.આસિફ શેખ, અફઝલ શેખ,ઇસરાઇલ ચૌહાણ અને ઇમરાન શેખની પોલીસે ધરપકડ કરી છે,આરોપીઓ ચોરી કરવા માટે વહેલી સવારે 4 વાગે નીકળતા હતા અને એકલ દોકલ મુસાફરોને બેસાડી ચોરીને અંજામ આપતા હતા,ઐયા ગેંગ સામે અત્યાર સુધીમાં 22 ચોરીના ગુના નોંધાયા છે.
22 ગુના ચોરીના નોંધાયા છે આરોપીઓ સામે
ઝડપાયેલા તમામ ચાર આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને આરોપીઓ સામે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 22 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.મુસાફરોનું ધ્યાન ચૂકવીને તેમના પર્સ અને મોબાઈલની ચોરી કરવામાં આવતી હતી,ક્રાઈમ બ્રાન્ચને આ બાબતની જાણ થતા તેમણે વોચ ગોઠવીને વહેલી સવારે આરોપીઓને ઝડપી પાડયા છે.આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ચોરી કરવા માટે વહેલી સવારે નીકળતા હતા અને ચોરીને ઘટનાને અંજામ આપતા હતા.
25 મે 2024ના રોજ આવી જ એક રિક્ષા ગેંગ ઝડપાઈ
સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને સિફ્તપૂર્વક ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરનારી ટોળકીના 3 ઝડપાયા હતાં. તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો.