Suratમાં ધાબા પર સંતાડેલા 20 કિલો ગાંજા સાથે આરોપીને પોલીસે દબોચ્યો
સુરત પોલીસે 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે,આરોપીએ પોલીસથી બચવા માટે ઘરના ધાબા પર ગાંજો સંતાડયો હતો,પરંતુ પોલીસની બાતમી મળતા ગાંજા સાથે ઘરમાંથી આરોપીની ધરપકડ કરી છે.તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52માં ગાંજાનુ વેચાણ આરોપી કરતો હતો.પોલીસે આરોપી રોહિત પ્રધાનની કરી ધરપકડ. ગાંજાનું કરતો વેચાણ સુરત પોલીસે ગાંજાનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી છે,આરોપી અલગ-અલગ વિસ્તારમાં નહી પરંતુ ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે.સુરત પોલીસને માહિતી મળી હતી કે આરોપી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે,પોલીસ ઘરે પહોંચી તો આરોપી રટણ કરી રહ્યો હતો કે તે ગાંજો નથી વેચતો પણ પોલીસે કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે ગાંજો ધાબે છૂપાડી દીધો છે અને ત્યાંથી છૂટક રીતે વેચાણ કરતો હતો.ગુજરાત બહારથી આરોપી ગાંજો લાવતો હતો. મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો પોલીસને શંકા છે આરોપી ગાંજાનું છૂટક નહી પરંતુ મોટી માત્રામાં વેચાણ કરતો હશે અને અન્ય લોકોને પણ ગાંજો વેચતો હશે કે,કેમકે એક આરોપી પાસેથી આટલી મોટી માત્રામાં કઈ રીતે ગાંજો મળી શકે તે પણ એક સવાલ છે,એટલે પોલીસે આરોપીની ધરપકડ કરીને ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે,પરંતુ હજી તપાસમાં મોટા કોઈ ખુલાસ સામે આવ્યા નથી,જયારે તપાસમાં ખુલાસા થશે ત્યારે ખબર પડશે કે,આરોપી અન્ય કોઈને પણ ગાંજો વેચતો હતો કે શું. ડ્રગ્સને લઈ અભિયાન સુરતમા ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ,પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્રાર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે,ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત પોલીસે 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે,આરોપીએ પોલીસથી બચવા માટે ઘરના ધાબા પર ગાંજો સંતાડયો હતો,પરંતુ પોલીસની બાતમી મળતા ગાંજા સાથે ઘરમાંથી આરોપીની ધરપકડ કરી છે.તિરુપતિ સોસાયટીમાં પ્લોટ નંબર 52માં ગાંજાનુ વેચાણ આરોપી કરતો હતો.પોલીસે આરોપી રોહિત પ્રધાનની કરી ધરપકડ.
ગાંજાનું કરતો વેચાણ
સુરત પોલીસે ગાંજાનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી છે,આરોપી અલગ-અલગ વિસ્તારમાં નહી પરંતુ ઘરેથી ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે.સુરત પોલીસને માહિતી મળી હતી કે આરોપી ગાંજાનું વેચાણ કરી રહ્યો છે,પોલીસ ઘરે પહોંચી તો આરોપી રટણ કરી રહ્યો હતો કે તે ગાંજો નથી વેચતો પણ પોલીસે કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે ગાંજો ધાબે છૂપાડી દીધો છે અને ત્યાંથી છૂટક રીતે વેચાણ કરતો હતો.ગુજરાત બહારથી આરોપી ગાંજો લાવતો હતો.
મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો
પોલીસને શંકા છે આરોપી ગાંજાનું છૂટક નહી પરંતુ મોટી માત્રામાં વેચાણ કરતો હશે અને અન્ય લોકોને પણ ગાંજો વેચતો હશે કે,કેમકે એક આરોપી પાસેથી આટલી મોટી માત્રામાં કઈ રીતે ગાંજો મળી શકે તે પણ એક સવાલ છે,એટલે પોલીસે આરોપીની ધરપકડ કરીને ઉંડાણપૂર્વક તપાસ હાથધરી છે,પરંતુ હજી તપાસમાં મોટા કોઈ ખુલાસ સામે આવ્યા નથી,જયારે તપાસમાં ખુલાસા થશે ત્યારે ખબર પડશે કે,આરોપી અન્ય કોઈને પણ ગાંજો વેચતો હતો કે શું.
ડ્રગ્સને લઈ અભિયાન
સુરતમા ડ્રગ્સને લઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,પોલીસ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે,સાથે સાથે જે વિસ્તારમાં સૌથી વધુ ડ્રગ્સ મળી આવ્યા છે તે વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ચેકિંગ દરમિયાન પીઆઈ,પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલો દ્રાર તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુહિમ હજી પણ સુરતમાં ચાલુ રહેશે તેવું સુરત પોલીસનું કહેવું છે,ડ્રગ્સને લઈ પોલીસ સતર્ક છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.