Suratના સ્મશાનમાં સ્ટાફનો "લોચો", કર્મચારીએ મૃતકના પરિવારજનને કહ્યું, દિવાળીની રજામાં મરવું નહીં

સુરતનું અશ્વિની કુમાર સ્મશાન વિવાદમાં આવ્યું છે,માનવતા નેવે મુકતા સ્મશાનના કર્મચારીઓ છે,મૃતદેહ લઈને અંતિમવિધી કરવા આવેલા પરિવારજનોને કડવો અનુભવ થયો છે.સ્ટાફના કર્મચારીઓએ કહ્યું- માણસો રજા પર છે અને તમે મૃતદેહને લઈને આવો છો,તમને ખબર નથી પડતી આવું કહીને ધમકાવતા મામલો બિચકયો હતો.દિવાળીની રજામાં મરવું નહી આવું કર્મચારીએ અંતિમવિધી કરવા આવેલા પરિવારજનને કહેતા માણસ ધ્રુસકેને ધ્રુસકે રડી પડયો હતો. માણસો રજા પર છે અને તમે મૃતદેહ લાવો છો : કર્મચારી સ્મશાન આમ તો સરકારી ઓફીસોમાં આપણે સાંભળ્યું છે કે કર્મચારી કામ કરવામાં ગલ્લા તલ્લા કરતા હોય છે,પણ કયારેય સ્માશનમાં સાંભળ્યું છે કે આવી સ્થિતિ હોય ? હા સુરતનું અશ્વિની સ્મશાન વિવાદમાં આવ્યું છે જયાં પરિવાર તેના સભ્યની અંતિમવિદી કરવા માટે આવે છે અને સ્મશાનનો કર્મચારી તેમને ખખડાવી રહ્યો છે,કહી રહ્યો છે કે દિવાળીની રજામાં શું કામ મરો છો ? અલા ભાઈ મરવાનો કોઈ દિવસ કે સમય નક્કી નથી હોતો એવી કર્મચારીને ખબર નહી પડતી હોય ? સુરત મનપા આવા કર્મચારીની સામે પગલા ભરો. અંતિમવિધી માટે પરિવાર કલાકો સુધી રઝળતો રહ્યો આ સમગ્ર કેસમાં અંતિમવિધી માટે પરિવાર કલાકો સુધી રઝળતો રહ્યો અને દુખનો પહાડ તેમની પર હતો,કર્મચારી કેવો કહેવાય કે તે અંતિમવિધી માટે પણ ના પાડી દે છે,હદ થઈ ગઈ કે માણસ મરે છે પછી પણ તેમને શાંતિ નથી થતી.માનવતા નેવે મૂકીને કર્મચારી બિંદાસ બોલી રહ્યો છે,સુરત મનપા આ કર્મચારીની સામે પગલા ભરો એટલે તેની શાન ઠેકાણે આવે,શરમ કરો કર્મચારી તમે સરકારનો પગાર લો છે અને આવી કામચોરી કરો છો એ પણ અંતિમવિધીમાં.હદ થઈ ગઈ હદ આવા કર્મચારીઓની શાન ઠેકાણે લાવો. સ્મશાનના કર્મચારીએ સંદેશ ન્યૂઝ સાથે કરી વાત આ સમગ્ર વાતનો પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો છે,અન્ય કર્મચારીએ સંદેશ ન્યૂઝ પર માફી માંગી છે,તેમજ વીડિયોમાં દેખાતા કર્મી તરફથી માફી મંગાઈ છે.અન્ય કર્મચારીનું કહેવું છે કે,વીડિયોમાં દેખાતા વૃદ્ધ નોકરી કરે છે અને ટેન્શનમાં હોવાથી વધારે બોલી ગયા હશે,તો બીજી વાત એ પણ સામે આવી છે કે,મૃતદેહ લેવાનો ઇનકાર નહોતો કર્યો પણ દસ મિનિટ થોભવાનું કહ્યું હતું આ વાત કરીને કર્મચારીએ લુલો બચાવ કર્યો હતો.  

Suratના સ્મશાનમાં સ્ટાફનો "લોચો", કર્મચારીએ મૃતકના પરિવારજનને કહ્યું, દિવાળીની રજામાં મરવું નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતનું અશ્વિની કુમાર સ્મશાન વિવાદમાં આવ્યું છે,માનવતા નેવે મુકતા સ્મશાનના કર્મચારીઓ છે,મૃતદેહ લઈને અંતિમવિધી કરવા આવેલા પરિવારજનોને કડવો અનુભવ થયો છે.સ્ટાફના કર્મચારીઓએ કહ્યું- માણસો રજા પર છે અને તમે મૃતદેહને લઈને આવો છો,તમને ખબર નથી પડતી આવું કહીને ધમકાવતા મામલો બિચકયો હતો.દિવાળીની રજામાં મરવું નહી આવું કર્મચારીએ અંતિમવિધી કરવા આવેલા પરિવારજનને કહેતા માણસ ધ્રુસકેને ધ્રુસકે રડી પડયો હતો.

માણસો રજા પર છે અને તમે મૃતદેહ લાવો છો : કર્મચારી સ્મશાન

આમ તો સરકારી ઓફીસોમાં આપણે સાંભળ્યું છે કે કર્મચારી કામ કરવામાં ગલ્લા તલ્લા કરતા હોય છે,પણ કયારેય સ્માશનમાં સાંભળ્યું છે કે આવી સ્થિતિ હોય ? હા સુરતનું અશ્વિની સ્મશાન વિવાદમાં આવ્યું છે જયાં પરિવાર તેના સભ્યની અંતિમવિદી કરવા માટે આવે છે અને સ્મશાનનો કર્મચારી તેમને ખખડાવી રહ્યો છે,કહી રહ્યો છે કે દિવાળીની રજામાં શું કામ મરો છો ? અલા ભાઈ મરવાનો કોઈ દિવસ કે સમય નક્કી નથી હોતો એવી કર્મચારીને ખબર નહી પડતી હોય ? સુરત મનપા આવા કર્મચારીની સામે પગલા ભરો.

અંતિમવિધી માટે પરિવાર કલાકો સુધી રઝળતો રહ્યો

આ સમગ્ર કેસમાં અંતિમવિધી માટે પરિવાર કલાકો સુધી રઝળતો રહ્યો અને દુખનો પહાડ તેમની પર હતો,કર્મચારી કેવો કહેવાય કે તે અંતિમવિધી માટે પણ ના પાડી દે છે,હદ થઈ ગઈ કે માણસ મરે છે પછી પણ તેમને શાંતિ નથી થતી.માનવતા નેવે મૂકીને કર્મચારી બિંદાસ બોલી રહ્યો છે,સુરત મનપા આ કર્મચારીની સામે પગલા ભરો એટલે તેની શાન ઠેકાણે આવે,શરમ કરો કર્મચારી તમે સરકારનો પગાર લો છે અને આવી કામચોરી કરો છો એ પણ અંતિમવિધીમાં.હદ થઈ ગઈ હદ આવા કર્મચારીઓની શાન ઠેકાણે લાવો.

સ્મશાનના કર્મચારીએ સંદેશ ન્યૂઝ સાથે કરી વાત

આ સમગ્ર વાતનો પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો છે,અન્ય કર્મચારીએ સંદેશ ન્યૂઝ પર માફી માંગી છે,તેમજ વીડિયોમાં દેખાતા કર્મી તરફથી માફી મંગાઈ છે.અન્ય કર્મચારીનું કહેવું છે કે,વીડિયોમાં દેખાતા વૃદ્ધ નોકરી કરે છે અને ટેન્શનમાં હોવાથી વધારે બોલી ગયા હશે,તો બીજી વાત એ પણ સામે આવી છે કે,મૃતદેહ લેવાનો ઇનકાર નહોતો કર્યો પણ દસ મિનિટ થોભવાનું કહ્યું હતું આ વાત કરીને કર્મચારીએ લુલો બચાવ કર્યો હતો.