Somnath News: સરદારના ઐતિહાસિક સંકલ્પના 79 વર્ષ પૂર્ણ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 80મા સંકલ્પ દિનની ભવ્ય અને ભક્તિમય ઉજવણી

Nov 13, 2026 - 16:30
Somnath News: સરદારના ઐતિહાસિક સંકલ્પના 79 વર્ષ પૂર્ણ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 80મા સંકલ્પ દિનની ભવ્ય અને ભક્તિમય ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આજે આસ્થા, રાષ્ટ્રભક્તિ અને ગૌરવપૂર્ણ ઈતિહાસનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલા મંદિરના પુનઃનિર્માણના ઐતિહાસિક સંકલ્પને 79 વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 80મા 'સંકલ્પ દિન'ની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

13 નવેમ્બર 1947નો એ ઐતિહાસિક અને ગૌરવશાળી દિવસ

ભારતની આઝાદી બાદ તુરંત જ એટલે કે 13 નવેમ્બર 1947ના રોજ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પ્રભાસ પાટણની ધરતી પર પગ મૂક્યો હતો. ખંડિત થયેલા સોમનાથ મંદિરની દશા જોઈને વ્યથિત થયેલા સરદાર સાહેબે અરબી સમુદ્રનું પવિત્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના ભવ્ય જીર્ણોદ્ધાર અને પુનઃનિર્માણની અટલ પ્રતિજ્ઞા લીધી હતી. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે 13 નવેમ્બરના રોજ સોમનાથમાં 'સંકલ્પ દિન'ની ઉજવણી કરવામાં આવે છે.

Somnath News: 80th Sankalp Din Celebrated at Somnath Temple Marking 79 Years of Sardar Patel's Vow

સરદાર પટેલની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ

સંકલ્પ દિનના આ પાવન અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા મંદિર પરિસરમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર, ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મંદિરના પુરોહિતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર સાહેબના અદમ્ય સાહસ તથા રાષ્ટ્ર નિર્માણના કાર્યોને યાદ કર્યા હતા.

Somnath News: 80th Sankalp Din Celebrated at Somnath Temple Marking 79 Years of Sardar Patel's Vow

શાસ્ત્રોક્ત મહાપૂજા અને સાયંશૃંગારનું ભવ્ય આયોજન

સંકલ્પ દિન નિમિત્તે સોમનાથ મહાદેવને પવિત્ર દ્રવ્યો અર્પણ કરીને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ મહાપૂજા યોજવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દિવસભર ચાલેલા ધાર્મિક અનુષ્ઠાનો બાદ સાંજે દેવાધિદેવ મહાદેવનો અલૌકિક 'સાયંશૃંગાર' કરવામાં આવ્યો હતો અને સમગ્ર પરિસરને ભવ્ય 'દીપમાળા'થી ઝળહળતું કરવામાં આવ્યું હતું.

Somnath News: 80th Sankalp Din Celebrated at Somnath Temple Marking 79 Years of Sardar Patel's Vow

સ્વાભિમાન પર્વની ભક્તિમય ઉજવણીમાં ભક્તો ઉમટ્યા

સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સાકાર થયેલું આજના ભવ્ય સોમનાથ મંદિરનું સ્વરૂપ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન અને સ્વાભિમાનનું પ્રતીક છે. આ 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણીમાં દેશ-વિદેશથી પધારેલા હજારો શ્રદ્ધાળુઓએ પણ મહાદેવના દર્શન અને દીપમાળાના અલૌકિક નજારાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.


આ પણ વાંચો: Gir Somnath News: રાખેલ ગામે PGVCLના વાંકે શેરડીનો પાક બળીને રાખ, ખેડૂતોને લાખોનું નુકસાન!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0