Somnathમાં યોજાયેલ ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, AI ટેકનોલોજીને લઈ થઈ ચર્ચા

સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે ‘સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નોલોજી’ના ઉપયોગ તથા ‘એ.આઈ. અને ડેટા એનાલિટિક્સ’ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું.એનવીડિયાના ડાયરેક્ટર જીગર હાલાણીએ સરકારની જન કલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એ.આઈ. ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશદ જાણકારી આપી હતી. એઆઈ મોડલ અગ્રેસર જીગર હાલાણીએ ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવા માટે હાલ થઈ રહેલી કામગીરી અંગે છણાવટ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લોકપ્રિય રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' ૨૩ ભાષાઓમાં વર્તમાન સમયમાં એ.આઈ.ની મદદથી લોકો સાંભળી શકે છે અને ન્યાયાલયોમાં પણ એ.આઈ.નો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના લોકહિતકારી અભિયાનોને વધુ અસરકારક બનાવવા તથા પ્રજાહિતલક્ષી સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એ.આઈ. ટેક્નોલોજીને માધ્યમ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી આવી યોજનાઓનો લાભ કઈ રીતે સરળતાથી પહોંચાડી શકાય તે બાબતે તેમણે પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. એઆઈ ટેકનોલોજી પર ચર્ચા ગુજરાતની સંસ્કૃતિ, સભ્યતા અને કળાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, તે સંદર્ભમાં આ સંસ્કૃતિની સાથે વણાયેલી સ્થાનિક કળાઓને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરીને સ્થાનિક કસબી - કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે એ.આઈ.નો વ્યાપક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ તેમણે વિસ્તૃત વિવરણ રજુ કર્યું હતું.સ્થાનિક કારીગરોના આવા ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારમાં પ્રદર્શિત કરવા તથા તેમના વ્યાપારને વધુ મોટા પાયે વિસ્તરણ કરવા માટે એ.આઈ. ટેકનોલોજીનો સુચારુ ઉપયોગ કરવાની દિશા અંગે પણ આ સત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સચિવો રહ્યાં હાજર ગુજરાતના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો પૂરી પાડવામાં એ.આઈ. ટેક્નોલોજી કેવી રીતે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે તે અંગે એ.આઈ.નો ઉપયોગ વધારવા માટે સરકાર જે પગલાઓ લઈ શકે તેની વિગતવાર રજુઆત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તેમણે કરી હતી.આ સત્રમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર તથા શિબિરમાં સહભાગી થયેલા ઉચ્ચ અધિકારીઓ ચર્ચામાં જોડાયા હતા અને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સના આ ઈમર્જિંગ સેક્ટરનો રાજ્યના સર્વગ્રાહિ વિકાસમાં વિનિયોગ કરવા સામૂહિક વિચાર મંથન કર્યુ હતું. 

Somnathમાં યોજાયેલ ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, AI ટેકનોલોજીને લઈ થઈ ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે ‘સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નોલોજી’ના ઉપયોગ તથા ‘એ.આઈ. અને ડેટા એનાલિટિક્સ’ વિષય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શક વક્તવ્ય સત્ર યોજવામાં આવ્યું હતું.એનવીડિયાના ડાયરેક્ટર જીગર હાલાણીએ સરકારની જન કલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એ.આઈ. ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશદ જાણકારી આપી હતી.

એઆઈ મોડલ અગ્રેસર

જીગર હાલાણીએ ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા ગુજરાતને એ.આઈ. મોડલ બનાવવા માટે હાલ થઈ રહેલી કામગીરી અંગે છણાવટ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લોકપ્રિય રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' ૨૩ ભાષાઓમાં વર્તમાન સમયમાં એ.આઈ.ની મદદથી લોકો સાંભળી શકે છે અને ન્યાયાલયોમાં પણ એ.આઈ.નો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના લોકહિતકારી અભિયાનોને વધુ અસરકારક બનાવવા તથા પ્રજાહિતલક્ષી સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એ.આઈ. ટેક્નોલોજીને માધ્યમ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી આવી યોજનાઓનો લાભ કઈ રીતે સરળતાથી પહોંચાડી શકાય તે બાબતે તેમણે પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.


એઆઈ ટેકનોલોજી પર ચર્ચા

ગુજરાતની સંસ્કૃતિ, સભ્યતા અને કળાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, તે સંદર્ભમાં આ સંસ્કૃતિની સાથે વણાયેલી સ્થાનિક કળાઓને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરીને સ્થાનિક કસબી - કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે એ.આઈ.નો વ્યાપક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ તેમણે વિસ્તૃત વિવરણ રજુ કર્યું હતું.સ્થાનિક કારીગરોના આવા ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારમાં પ્રદર્શિત કરવા તથા તેમના વ્યાપારને વધુ મોટા પાયે વિસ્તરણ કરવા માટે એ.આઈ. ટેકનોલોજીનો સુચારુ ઉપયોગ કરવાની દિશા અંગે પણ આ સત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


સચિવો રહ્યાં હાજર

ગુજરાતના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો પૂરી પાડવામાં એ.આઈ. ટેક્નોલોજી કેવી રીતે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે તે અંગે એ.આઈ.નો ઉપયોગ વધારવા માટે સરકાર જે પગલાઓ લઈ શકે તેની વિગતવાર રજુઆત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તેમણે કરી હતી.આ સત્રમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ રાજકુમાર તથા શિબિરમાં સહભાગી થયેલા ઉચ્ચ અધિકારીઓ ચર્ચામાં જોડાયા હતા અને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સના આ ઈમર્જિંગ સેક્ટરનો રાજ્યના સર્વગ્રાહિ વિકાસમાં વિનિયોગ કરવા સામૂહિક વિચાર મંથન કર્યુ હતું.