Smart Meter : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વલસાડ જિલ્લામાં તબક્કાવાર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ

Sep 15, 2025 - 18:00
Smart Meter : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વલસાડ જિલ્લામાં તબક્કાવાર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વીજ ગ્રાહકોને વધુ પારદર્શક, આધુનિક અને સુવિધાજનક સેવાઓ પ્રદાન કરવાની દિશામાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) સતત પ્રયત્નશીલ રહી છે. આ પ્રયત્નોના ભાગરૂપે વલસાડ જિલ્લાના ગામોમાં સ્માર્ટ મીટર તબક્કાવાર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.

વીજ વપરાશ અંગેની સ્પષ્ટ માહિતી રજીસ્ટર્ડ મોબાઈલ પર મળી શકશે

વલસાડ તાલુકાના લીલાપોર ગામમાં તા.12મી સપ્ટેમ્બરના રોજ ગામના સરપંચ મનોજભાઈ આહિરના નિવાસે સ્માર્ટ મીટર લગાવીને જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્માર્ટ મીટર બાબતે દ. ગુ. વીજ કંપની દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે કે સ્માર્ટ મીટરના ઉપયોગથી ગ્રાહકોને દૈનિક વીજ વપરાશ અંગેની સ્પષ્ટ માહિતી તેમના રજીસ્ટર્ડ મોબાઈલ પર મળી શકશે, જેના કારણે બિલિંગ વધુ પારદર્શક અને ચોક્કસ બનશે. આ સુવિધાથી ગ્રાહકો પોતાનો વીજ વપરાશ નિયંત્રિત કરી શકશે અને ઉર્જા બચત કરવામાં સહાય મળશે.

સ્માર્ટ મીટર વિશે કેટલીક ગેરસમજ છે તેની કરાઈ સ્પષ્ટતા

આ પ્રોજેક્ટના અમલથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વ્યવસ્થાપન વધુ આધુનિક, પારદર્શક અને વપરાશકર્તા-મૈત્રી બનશે. સ્માર્ટ મીટર વિશે કેટલીક ગેરસમજ લોકોમાં જોવા મળે છે, જેમ કે મીટર ઝડપી ફરવું અથવા વધુ વીજ બિલ આવવું. પરંતુ હકીકતમાં તમામ સ્માર્ટ મીટરોની સ્થાપના કરતા પહેલાં DGVCLની માન્ય લેબોરેટરીમાં ચોક્કસ ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ ગ્રાહકોના ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ હંમેશા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો અને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0