Sayala-લીંબડી હાઈવે લોહીથી રંગાયો: બે અકસ્માતમાં 3 લોકોએ ગુમાવ્યા જીવ, 13 લોકો થયા ગંભીર ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા-લીંબડી હાઈવે ફરી એકવાર લોહીથી રંગાયો છે. માત્ર 18 કલાકના ટૂંકા ગાળામાં સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતોએ ત્રણ નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લીધો છે. જ્યારે 13 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓએ હાઈવે પર બેફામ ગતિથી ચાલતા વાહનો સામે લોકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે. મોડી રાત્રે નવા સુદામડા પાસે બનેલા પહેલા અકસ્માતમાં ચોટીલા દર્શને જઈ રહેલા પદયાત્રીઓને એક અજાણ્યા વાહને અડફેટે લીધા હતા.
ચોટીલા જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટે લેતા 2ના મોત
આ ગમખ્વાર અકસ્માતમાં તારાપુર તાલુકાના ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ધોળકા તાલુકાના ભરતભાઈ રતનભાઈ રાઠોડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. પદયાત્રીઓના જૂથમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બીજી ઘટના રવિવારે બપોરે સાયલા-લીંબડી હાઈવે પર બની હતી. મજૂરીકામ માટે દાહોદથી નીકળેલા શ્રમિક પરિવારોથી ભરેલા એક માલવાહક વાહનને કાળમુખા ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને શ્રમિકોની ચીચીયારીઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
સાયલા સરકારી હોસ્પિટલમાં સર્જાયા અફરાતફરીના દ્રશ્યો
આ દુર્ઘટનામાં એક અજાણી મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે 13 જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલ સ્ટાફ અને ઈજાગ્રસ્તોના સ્વજનો વચ્ચે ગેરવર્તણૂકના દ્રશ્યો સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ડમ્પરને કબજે કરીને તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






