Sardar Sarovar ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડાશે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

સરદાર સરોવર ડેમમાંથી 45,000 ક્યૂસેક છોડવામાં આવશે ભરુચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા નદી કાંઠાના ગામોને પાલિકા દ્વારા ચેતવણી અપાઇ નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી 45,000 ક્યૂસેક છોડવામાં આવશે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાને લઈ ભરુચના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા મહત્વનું કહી શકાય કે, સરદાર સરોવર ડેમમાંથી 45 હજારથી અઢી લાખ ક્યુસેક પાણી પાણી છોડવામાં આવી શકે છે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને ભરૂચના ઘણા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હરૂચ પાલિકા દ્વારા અનેવક ગામોને ચેતવણી આપવામાં આવી છે. ઢોર-ઢાંખર સાથે સલામત સ્થળે ખસી જવા અપીલ ફાયર વિભાગની ગાડી ફેરવીને અનેક વિસ્તારોમાં ડેમમાં પાણી છોડવાના કારણે ચેતવણી આપવામાં આવી છે. સાથે જ ઢોર-ઢાંખર સાથે સલામત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 12 લોકો 40 કલાક વ્યાસબેટમાં ફસાયા હતા. ગયા વર્ષે સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યૂસેક કરતા પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું. વરસાદના કારણે ખેડૂતોના પાકને નવુ જીવન મળશે હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. હાલમાં જે વરસાદ વરસશે તેના કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો પણ તે રોપી શકાશે, હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ મોટા આશીર્વાદ રૂપ બની રહેશે.

Sardar Sarovar ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડાશે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરદાર સરોવર ડેમમાંથી 45,000 ક્યૂસેક છોડવામાં આવશે
  • ભરુચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
  • નદી કાંઠાના ગામોને પાલિકા દ્વારા ચેતવણી અપાઇ

નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી 45,000 ક્યૂસેક છોડવામાં આવશે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાને લઈ ભરુચના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા 

મહત્વનું કહી શકાય કે, સરદાર સરોવર ડેમમાંથી 45 હજારથી અઢી લાખ ક્યુસેક પાણી પાણી છોડવામાં આવી શકે છે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને ભરૂચના ઘણા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હરૂચ પાલિકા દ્વારા અનેવક ગામોને ચેતવણી આપવામાં આવી છે.

ઢોર-ઢાંખર સાથે સલામત સ્થળે ખસી જવા અપીલ

ફાયર વિભાગની ગાડી ફેરવીને અનેક વિસ્તારોમાં ડેમમાં પાણી છોડવાના કારણે ચેતવણી આપવામાં આવી છે. સાથે જ ઢોર-ઢાંખર સાથે સલામત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 12 લોકો 40 કલાક વ્યાસબેટમાં ફસાયા હતા. ગયા વર્ષે સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યૂસેક કરતા પણ વધુ પાણી છોડવામાં આવ્યું હતું.

વરસાદના કારણે ખેડૂતોના પાકને નવુ જીવન મળશે

હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. હાલમાં જે વરસાદ વરસશે તેના કારણે ખેડૂતોના પાકને નવું જીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો પણ તે રોપી શકાશે, હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ મોટા આશીર્વાદ રૂપ બની રહેશે.