Sarangpurમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

બોટાદના સાળંગપુર ખાતે ચાલી રહી છે ભાજપની કારોબારી બેઠક કુંવરજી બાવળીયા,હર્ષ સંઘવી અને કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ રહ્યાં હાજર દાદાના શરણે નેતાઓએ શીષ નમાવી મેળવ્યા આશીર્વાદ શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ ખાતે આજે ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓએ દર્શન કર્યા હતા,દાદાના શરણે માથુ નમાવીને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.બોટાદના સાળંગપુર ખાતે બે દિવસીય ભાજપની કારોબારી બેઠક યોજાઈ રહી છે. દાદાની કરી પૂજા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સાંસદ પીયૂષભાઈ ગોયલ, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા,બચૂભાઈ ખાબડ,તેમજ ધારાસભ્યો દર્શન કરવા પહોંચ્યા હતા,દાદાના દર્શન કરી તમામ નેતાઓએ શિખર પર ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી.સાથે સાથે નવા ચૂંટાયેલા સાંસદો તેમજ ભૂપેન્દ્ર પટેલે દાદાની પૂજા કરી હતી.સાળંગપુર મંદીર તરફથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને તલવાર અને દાદાનો ફોટો આપવામાં આવ્યો હતો. મંદિરમાં કર્યુ વૃક્ષારોપણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિની રક્ષા થાય તેવો મેસેજ ગુજરાતની પ્રજાને આપ્યો હતો.આ પ્રસંગે મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી,ડી.કે સ્વામી તેમજ અન્ય મહંતો પણ હાજર રહ્યા હતા. પરષોત્તમ રુપાલાએ ગઈકાલે દાદાના કર્યા દર્શન રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ પરષોત્તમ રુપાલાએ ગઈકાલે બોટાદના સાળંગપુર મંદિરે આવ્યા હતા.મંદિરના ગેટથી ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. છેલ્લા ત્રણેક વર્ષથી પરષોત્તમ રુપાલા અને તેમના પરિવાર દ્વારા હનુમાન દાદાને ધજા ચડાવવામાં આવે છે. ગઈકાલે પણ પરષોત્તમ રુપાલાએ હનુમાનદાદાના મંદિરે ધજા ચડાવીને દર્શન કર્યાં હતા.  

Sarangpurમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોટાદના સાળંગપુર ખાતે ચાલી રહી છે ભાજપની કારોબારી બેઠક
  • કુંવરજી બાવળીયા,હર્ષ સંઘવી અને કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ રહ્યાં હાજર
  • દાદાના શરણે નેતાઓએ શીષ નમાવી મેળવ્યા આશીર્વાદ

શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ ખાતે આજે ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓએ દર્શન કર્યા હતા,દાદાના શરણે માથુ નમાવીને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.બોટાદના સાળંગપુર ખાતે બે દિવસીય ભાજપની કારોબારી બેઠક યોજાઈ રહી છે.

દાદાની કરી પૂજા

ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સાંસદ પીયૂષભાઈ ગોયલ, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા,બચૂભાઈ ખાબડ,તેમજ ધારાસભ્યો દર્શન કરવા પહોંચ્યા હતા,દાદાના દર્શન કરી તમામ નેતાઓએ શિખર પર ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી.સાથે સાથે નવા ચૂંટાયેલા સાંસદો તેમજ ભૂપેન્દ્ર પટેલે દાદાની પૂજા કરી હતી.સાળંગપુર મંદીર તરફથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને તલવાર અને દાદાનો ફોટો આપવામાં આવ્યો હતો.


મંદિરમાં કર્યુ વૃક્ષારોપણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિની રક્ષા થાય તેવો મેસેજ ગુજરાતની પ્રજાને આપ્યો હતો.આ પ્રસંગે મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી,ડી.કે સ્વામી તેમજ અન્ય મહંતો પણ હાજર રહ્યા હતા.


પરષોત્તમ રુપાલાએ ગઈકાલે દાદાના કર્યા દર્શન

રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ પરષોત્તમ રુપાલાએ ગઈકાલે બોટાદના સાળંગપુર મંદિરે આવ્યા હતા.મંદિરના ગેટથી ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. છેલ્લા ત્રણેક વર્ષથી પરષોત્તમ રુપાલા અને તેમના પરિવાર દ્વારા હનુમાન દાદાને ધજા ચડાવવામાં આવે છે. ગઈકાલે પણ પરષોત્તમ રુપાલાએ હનુમાનદાદાના મંદિરે ધજા ચડાવીને દર્શન કર્યાં હતા.