Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને એકાદશી-શનિવાર નિમિત્તે 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે તા.14-09-2024ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. વડોદરાથી મંગાવામાં આવ્યા ફૂલ સવારે 05:30 કલાકે મંગળા આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી -અથાણાવાળા તથા 07:00 કલાકે શણગાર આરતી પ.પૂ શુકદેવ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને એકાદશી -શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૩00 કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. 6 સંતો -પાર્ષદોની મહેનત અને 4-5 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે સાંજે દાદાનું રાજોપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.02-09-2024ના રોજ પંચમુખી થીમનો શણગાર કરાયો હતોદાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે. ભક્તોએ ચાર દિવસની મહેનતે આ શણાગર બનાવ્યો છે. વાઘા ચાર દિવસની મહેનતે રાજકોટમાં બન્યા છે. 6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત- સોમવાર નિમિત્તે આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.

Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને એકાદશી-શનિવાર નિમિત્તે 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે તા.14-09-2024ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

વડોદરાથી મંગાવામાં આવ્યા ફૂલ

સવારે 05:30 કલાકે મંગળા આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી -અથાણાવાળા તથા 07:00 કલાકે શણગાર આરતી પ.પૂ શુકદેવ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને એકાદશી -શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૩00 કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. 6 સંતો -પાર્ષદોની મહેનત અને 4-5 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે સાંજે દાદાનું રાજોપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.


02-09-2024ના રોજ પંચમુખી થીમનો શણગાર કરાયો હતો

દાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે. ભક્તોએ ચાર દિવસની મહેનતે આ શણાગર બનાવ્યો છે. વાઘા ચાર દિવસની મહેનતે રાજકોટમાં બન્યા છે. 6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત- સોમવાર નિમિત્તે આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.