Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ગલગોટા-ગુલાબના ફૂલોનો શણગાર તેમજ જામફળનો અન્નકૂટ ધરાવાયો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે દાદાને દિવ્ય વાઘા પહેરાવાયા છે, સિંહાસને ગલગોટાના ફુલોનો શણગાર કરાયો છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)એ કરી હતી.એવમ્ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજનકરવામાં આવ્યું હતું. દાદાને વિશેષ શણગાર આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. દાદાના સિંહાસને 250 કિલો ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તો દાદાને આજે 250 કિલો કચ્છના જામફળનો અન્નકુટ ધરાવાયો છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ. સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યાં છે આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે દાદાને દિવ્ય વાઘા પહેરાવાયા છે, સિંહાસને ગલગોટાના ફુલોનો શણગાર કરાયો છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)એ કરી હતી.એવમ્ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજનકરવામાં આવ્યું હતું.
દાદાને વિશેષ શણગાર
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. દાદાના સિંહાસને 250 કિલો ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તો દાદાને આજે 250 કિલો કચ્છના જામફળનો અન્નકુટ ધરાવાયો છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યાં છે
આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.