Sanand : SMCનો મોટો ધડાકો, 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત, કુખ્યાત 'ઓબામા' સહિત 9 વોન્ટેડ

Apr 3, 2026 - 00:00
Sanand : SMCનો મોટો ધડાકો, 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત, કુખ્યાત 'ઓબામા' સહિત 9 વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે જાણીતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા છારોડી ગામની માનસી ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને મોટા પાયે ચાલતા દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹1.15 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સ્થળ પરથી 11,332 વિદેશી દારૂની બોટલો મળી

પોલીસને બાતમી મળી હતી કે સાણંદના છારોડી વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ જગ્યાનો ઉપયોગ વિદેશી દારૂના સંગ્રહ અને વિતરણ માટે થઈ રહ્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 11,332 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹81.92 લાખ જેટલી થાય છે. આ દારૂનો જથ્થો રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ખ્ય સૂત્રધાર ઇમરાન ઉર્ફે 'ઓબામા' હોવાનું ખૂલ્યું

SMCની ટીમે ઘટનાસ્થળેથી જુમ્માખાન પઠાણ નામના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દારૂના વહન માટે વપરાતા ડમ્પર, લક્ઝરી કાર અને અન્ય વાહનો પણ કબજે કર્યા છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર ઇમરાન ઉર્ફે 'ઓબામા' હોવાનું ખૂલ્યું છે. પોલીસ ચોપડે ઇમરાન સહિત કુલ 9 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાણંદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો---     Banaskantha : 2 માસૂમ બાળાઓનું ધોળા દિવસે ઇકો ગાડીમાં અપહરણ થતાં સનસનાટી, હાઈવે અને આસપાસ વિસ્તારમાં નાકાબંધી કરાઈ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0