Sabarkantha News: હિંમતનગર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબિન કાપી ડ્રાઈવરનો જીવ બચાવાયો

Mar 22, 2026 - 18:30
Sabarkantha News: હિંમતનગર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબિન કાપી ડ્રાઈવરનો જીવ બચાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ચિલોડા નેશનલ હાઈવે-48 પર આજે એક ભયાનક અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હાજીપુર નજીક બે ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક ટ્રક પાછળ બીજી ટ્રક એટલી જોરથી ઘૂસી ગઈ હતી કે તેના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક અંદર જ ફસાઈ ગયો હતો.

ફાયર બ્રિગેડે કેબિન કાપી રેસ્ક્યૂ કર્યું

ઘટનાની વિગત મુજબ, હાજીપુર પાસે એક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડામણ થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, પાછળની ટ્રકનું કેબિન સાવ દબાઈ ગયું હતું. ડ્રાઈવર લોખંડના પતરાં વચ્ચે ખરાબ રીતે ફસાઈ જતાં તાત્કાલિક હિંમતનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગેસ કટર વડે કેબિનના પતરાં કાપી ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

ટ્રાફિકજામ અને પોલીસ કાર્યવાહી

અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી.


આ પણ વાંચો - Gujarat Weather News : ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0