Sabarkanthaમાં રોડ પર તોળાતું જીવતું મોત, જોખમી સવારી કરી રહ્યાં છે ગ્રામજનો
સાબરકાંઠા જિલ્લાના પોશીના-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર શટલિયાઓ બેફામ બની રહ્યાં છે.કોઈ પણ ચિંતા કર્યા વીના શટલિયાઓ બેફામ ઘેટા-બકરાની જેમ લોકોને ભરી રહ્યાં છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરાવી રહ્યાં છે,ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડીને વધારે રૂપિયા કમાવવાની લાલચ આ વાહનચાલકો રાખે છે પરંતુ તેમને નથી ખબર કે,આ મુસાફરી કેટલી જોખમી છે. આદિવાસી વિસ્તારમાં બને છે આવી ઘટનાઓ સાબરકાંઠા જિલ્લો વિકસીત જિલ્લો છે પરંતુ આંતરિયાળ વિસ્તારોમાં સમય પ્રમાણે સરકારી એસટી બસ પહોંચતી ના હોવાથી ગ્રામજનો ખાનગી વાહનોનો સહારો લઈને મુસાફરી કરી રહ્યાં છે,આવો જ એક વીડિયો સંદેશ ન્યૂઝ પાસે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે,જીપની ઉપર અને કારની સાઈડમાં મુસાફરો ઉભા રહ્યાં છે અને જોખમી રીતે સવારી કરી રહ્યાં છે,ત્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે અને કોઈનો જીવ જશે તો કોણ જવાબદાર રહેશે ? જરા શરમ કરો ડ્રાઈવરો,આવી રીતે કેમ સાહસ કરો છો અને બધાને બેસાડો છો. પોલીસ-આરટીઓ તંત્ર શું કરી રહ્યું છે પોલીસ-આરટીઓ તંત્ર શું કરી રહ્યું છે,તમને કેમ આ દ્રશ્યો નથી દેખાતા,અને દેખાય છે તો કેમ કાર્યાવાહી કરતા નથી,જરા સમજો સાનમાં અધિકારી તરીકે કાર્યવાહી કરો અને આ લોકોને કાયદાનો પાઠ ભણાવો,આવા ડ્રાઈવરો કાયદાનો પાઠ ભણ્યા જ નથી એટલે આવું કરે છે.આવી રીતે જોખમી સવારી ગુજરાતમાં તો નહી જ ચલાવી લેવાયો,તંત્ર આળસ ખંખેરો અને રોડ પર ઉતરીને જરા નજર મારો તો તમને પણ આવા દ્રશ્યો જોવા મળશે,આ દ્રશ્યો સાચા છે તેમા કહી જ ખોટું નથી. જોખમી સવારી સાબરકાંઠા,દાહોદ,ગોધરા,અરવલ્લી જિલ્લામાં આવી જોખમી સવારી સૌથી વધુ થતી હોય છે,આવા એક નહી પણ અનેક કિસ્સાઓ છે કે જેમાં ટર્ન લેતી વખતે વાહન સ્લીપ થઈ જાય છે અને લોકો ઈજાગ્રસ્ત અને મોતને ભેટતા હોય છે.આરટીઓ અને પોલીસ કેમ આવા વાહનચાલકો સામે કાર્યવાહી નથી કરતી એજ ખબર નથી પડતી.જોખમી સવારી ગુજરાતમાં તો નહી જ ચલાવી લેવાય અને તંત્રએ આ બાબતે કાર્યવાહી તો કરવી જ પડશે નહીંતર લોકોના જીવ જોખમમાં મૂકાય છે તે પણ નક્કી જ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના પોશીના-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર શટલિયાઓ બેફામ બની રહ્યાં છે.કોઈ પણ ચિંતા કર્યા વીના શટલિયાઓ બેફામ ઘેટા-બકરાની જેમ લોકોને ભરી રહ્યાં છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરાવી રહ્યાં છે,ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડીને વધારે રૂપિયા કમાવવાની લાલચ આ વાહનચાલકો રાખે છે પરંતુ તેમને નથી ખબર કે,આ મુસાફરી કેટલી જોખમી છે.
આદિવાસી વિસ્તારમાં બને છે આવી ઘટનાઓ
સાબરકાંઠા જિલ્લો વિકસીત જિલ્લો છે પરંતુ આંતરિયાળ વિસ્તારોમાં સમય પ્રમાણે સરકારી એસટી બસ પહોંચતી ના હોવાથી ગ્રામજનો ખાનગી વાહનોનો સહારો લઈને મુસાફરી કરી રહ્યાં છે,આવો જ એક વીડિયો સંદેશ ન્યૂઝ પાસે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે,જીપની ઉપર અને કારની સાઈડમાં મુસાફરો ઉભા રહ્યાં છે અને જોખમી રીતે સવારી કરી રહ્યાં છે,ત્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે અને કોઈનો જીવ જશે તો કોણ જવાબદાર રહેશે ? જરા શરમ કરો ડ્રાઈવરો,આવી રીતે કેમ સાહસ કરો છો અને બધાને બેસાડો છો.
પોલીસ-આરટીઓ તંત્ર શું કરી રહ્યું છે
પોલીસ-આરટીઓ તંત્ર શું કરી રહ્યું છે,તમને કેમ આ દ્રશ્યો નથી દેખાતા,અને દેખાય છે તો કેમ કાર્યાવાહી કરતા નથી,જરા સમજો સાનમાં અધિકારી તરીકે કાર્યવાહી કરો અને આ લોકોને કાયદાનો પાઠ ભણાવો,આવા ડ્રાઈવરો કાયદાનો પાઠ ભણ્યા જ નથી એટલે આવું કરે છે.આવી રીતે જોખમી સવારી ગુજરાતમાં તો નહી જ ચલાવી લેવાયો,તંત્ર આળસ ખંખેરો અને રોડ પર ઉતરીને જરા નજર મારો તો તમને પણ આવા દ્રશ્યો જોવા મળશે,આ દ્રશ્યો સાચા છે તેમા કહી જ ખોટું નથી.
જોખમી સવારી
સાબરકાંઠા,દાહોદ,ગોધરા,અરવલ્લી જિલ્લામાં આવી જોખમી સવારી સૌથી વધુ થતી હોય છે,આવા એક નહી પણ અનેક કિસ્સાઓ છે કે જેમાં ટર્ન લેતી વખતે વાહન સ્લીપ થઈ જાય છે અને લોકો ઈજાગ્રસ્ત અને મોતને ભેટતા હોય છે.આરટીઓ અને પોલીસ કેમ આવા વાહનચાલકો સામે કાર્યવાહી નથી કરતી એજ ખબર નથી પડતી.જોખમી સવારી ગુજરાતમાં તો નહી જ ચલાવી લેવાય અને તંત્રએ આ બાબતે કાર્યવાહી તો કરવી જ પડશે નહીંતર લોકોના જીવ જોખમમાં મૂકાય છે તે પણ નક્કી જ છે.