Sabarkanthaના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકયો

Jun 22, 2025 - 11:30
Sabarkanthaના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે, ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણીની આવક નોંધાઈ છે અને પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે, ઉપરવાસમાંથી પણ નદીમાં પાણીની આવક નોંધાઈ છે, વરસાદ વરસતા ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં ખાબક્યો 14 ઇંચ કરતાં વધુ વરસાદ

ચોમાસાની શરૂઆતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, સાબરકાંઠા અને બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે, ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે, ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે, સિઝનમાં પ્રથમવાર ખેડવા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, હરણાવ નદી બે કાંઠે વહેતી થતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થશે.

સાબરકાંઠાનો ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે બંધ

સાબરકાંઠાનો ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે બંધ કરાયો છે, મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, લાલપુર પાસે વૃક્ષ પડતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે, ફાયર વિભાગ વૃક્ષને દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે, તો વૃક્ષ દૂર થશે ત્યારબાદ રસ્તો કલિયર થશે અને અવર-જવર શરૂ કરવામાં આવશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0