Sabarkanthaના ઈડરમાં ગાંધીનગર પુરવઠા વિભાગે રેડ કરી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો
ઇડરમાં ફરી એકવાર જિલ્લા પુરવઠા વિભાગની રેડ શંકાસ્પદ સસ્તા અનાજનો સરકારી જથ્થો ઝડપાયો 1 લાખથી વધુનું શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું સાબરકાંઠાના ઈડરમાં ગાંધીનગર પુરવઠા વિભાગે રેડ કરી શંકાસ્પદ અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ઝડપી પાડયો છે.બાતમીના આધારે ગાંધીનગર પુરવઠા વિભાગે ગંભીરપુરા ગામેથી આ અનાજનો જથ્થો ઝડપી પાડયો છે,અગાઉ પણ આ જ માર્કેટમાં પુરવઠા વિભાગે રેડ પાડી અનાજનો જથ્થો ઝડપી પાડયો હતો,મોટો સરકારી શંકાસ્પદ જથ્થો હાથ લાગે તેવી શકયતા સેવાઈ રહી છે. અનાજમાં ગોલમાલ થઈ હોવાની વાત ફરી એકવાર ગાંધીનગર જિલ્લા પુરવઠાની ટીમે ઈડરમાં અનાજના ગોડાઉનમાં દરોડા પાડયા છે,એક લાખ કરતા પણ વધારેનો અનાજનો જથ્થો પુરવઠા વિભાગે જપ્ત કર્યો છે,આ અનાજનો જથ્થો કોને આપવાનો હતો તેને લઈ વેપારીની પૂછપરછ પણ કરી છે.શા માટે આ જથ્થો ગોડાઉનમાં મૂકી રખાયો હતો અને કેટલા સમયથી મૂકી રખાયો હતો તેને લઈ તપાસ હાથધરી છે.પુરવઠા વિભાગ દ્વારા સરકારી સસ્તા અનાજનો શંકાસ્પદ જથ્થો સિઝ કરાતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. અન્ય દુકાનોમાં પણ હાથધરાશે તપાસ ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે ગોડાઉનમાં દરોડા પાડતા વેપારી ગભરાઈ ગયો હતો,પુરવઠા વિભાગની ટીમને શંકા છે કે ગરીબ વ્યકિતઓ સુધી આ અનાજનો જથ્થો પહોંચ્તો નથી,તો ઈડરમાં આવેલી સસ્તા અનાજની દુકાનના વેપારીઓની પણ આ મામલે પૂછપરછ થઈ શકે છે અને વેપારીઓના કોમ્પ્યુટરમાં ડેટા પણ ચેક થઈ શકે છે. કઈ રીતે વેપારીઓ કરે છે કૌંભાંડ સરકારમાંથી અનાજનો જથ્થો વેપારીને મોકલવામાં આવે છે અને તે જથ્થાને વેપારી સંગ્રહ કરી અન્ય વેપારીને વેચી દે છે,એટલે જયારે ગરીબ માણસ અનાજ લેવા જાય ત્યારે તેને અનાજ મળતું નથી અને કહેવામાં આવે છે કે,સરકારમાંથી અનાજ આવ્યું નથી,આમ કરીને જથ્થો એક ગોડાઉન અથવા દુકાનમાં સંગ્રહ કરવામાં આવે છે અને ગરીબ માણસ સુધી આ અનાજ પહોંચતું નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઇડરમાં ફરી એકવાર જિલ્લા પુરવઠા વિભાગની રેડ
- શંકાસ્પદ સસ્તા અનાજનો સરકારી જથ્થો ઝડપાયો
- 1 લાખથી વધુનું શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું
સાબરકાંઠાના ઈડરમાં ગાંધીનગર પુરવઠા વિભાગે રેડ કરી શંકાસ્પદ અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ઝડપી પાડયો છે.બાતમીના આધારે ગાંધીનગર પુરવઠા વિભાગે ગંભીરપુરા ગામેથી આ અનાજનો જથ્થો ઝડપી પાડયો છે,અગાઉ પણ આ જ માર્કેટમાં પુરવઠા વિભાગે રેડ પાડી અનાજનો જથ્થો ઝડપી પાડયો હતો,મોટો સરકારી શંકાસ્પદ જથ્થો હાથ લાગે તેવી શકયતા સેવાઈ રહી છે.
અનાજમાં ગોલમાલ થઈ હોવાની વાત
ફરી એકવાર ગાંધીનગર જિલ્લા પુરવઠાની ટીમે ઈડરમાં અનાજના ગોડાઉનમાં દરોડા પાડયા છે,એક લાખ કરતા પણ વધારેનો અનાજનો જથ્થો પુરવઠા વિભાગે જપ્ત કર્યો છે,આ અનાજનો જથ્થો કોને આપવાનો હતો તેને લઈ વેપારીની પૂછપરછ પણ કરી છે.શા માટે આ જથ્થો ગોડાઉનમાં મૂકી રખાયો હતો અને કેટલા સમયથી મૂકી રખાયો હતો તેને લઈ તપાસ હાથધરી છે.પુરવઠા વિભાગ દ્વારા સરકારી સસ્તા અનાજનો શંકાસ્પદ જથ્થો સિઝ કરાતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
અન્ય દુકાનોમાં પણ હાથધરાશે તપાસ
ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે ગોડાઉનમાં દરોડા પાડતા વેપારી ગભરાઈ ગયો હતો,પુરવઠા વિભાગની ટીમને શંકા છે કે ગરીબ વ્યકિતઓ સુધી આ અનાજનો જથ્થો પહોંચ્તો નથી,તો ઈડરમાં આવેલી સસ્તા અનાજની દુકાનના વેપારીઓની પણ આ મામલે પૂછપરછ થઈ શકે છે અને વેપારીઓના કોમ્પ્યુટરમાં ડેટા પણ ચેક થઈ શકે છે.
કઈ રીતે વેપારીઓ કરે છે કૌંભાંડ
સરકારમાંથી અનાજનો જથ્થો વેપારીને મોકલવામાં આવે છે અને તે જથ્થાને વેપારી સંગ્રહ કરી અન્ય વેપારીને વેચી દે છે,એટલે જયારે ગરીબ માણસ અનાજ લેવા જાય ત્યારે તેને અનાજ મળતું નથી અને કહેવામાં આવે છે કે,સરકારમાંથી અનાજ આવ્યું નથી,આમ કરીને જથ્થો એક ગોડાઉન અથવા દુકાનમાં સંગ્રહ કરવામાં આવે છે અને ગરીબ માણસ સુધી આ અનાજ પહોંચતું નથી.