Rajkot: મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂક
રાજકોટમાં મનપાના ચીફ ફાયર ઓફિસરની નિમણૂક અનિલ મારુ લાંચ લેતા ઝડપાતા જગ્ચા પડી હતી ખાલી જગ્યા ખાલી પડતા ક્લાર્કને ચાર્જ સોંપવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના એડિશનલ ફાયર ઓફિસરની નિમણુક રાજકોટ મહાનગરપાલિકામાં ખાલી પડેલ જગ્યા ચીફ ફાયર ઓફિસર તરીકે કરવામાં આવી છે. અનિલ મારુ લાંચ લેતા ઝડપાતા જગ્યા ખાલી પડી હતી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ લાંચ લેતા ઝડપાયા હતા. જે બાદ તેમની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવતા તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અનિલ મારુ હાલ જેલમાં છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકેની જગ્યા ખાલી પડેલ હતી. આ જગ્યા ખાલી પડતાં ફાયર યુનિટમાં કાર્યરત ક્લાર્કને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અનિલ મારુ રાજકોટ મનપામાં ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા હતા રાજકોટ મહાનગર પાલિકાના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિલ મારુ મૂળ કચ્છમાં ભુજ નગરપાલિકા હસ્તક અગ્નિશમન સેવા કેન્દ્રમાં જિલ્લા ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. જેને ગાંધીનગરથી કમિશનર મ્યુનિસિપાલિટીની કચેરીએ 2022ની 2જી નવેમ્બરે વિભાગીય ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અને તેમને 2024ની 29મી જૂને રાજકોટ મહાનગર પાલિકામાં ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો. જોકે, તે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. આપવા 3 લાખ રૂપિયાની લાંચ પૈકી બાકી રહેતી 1 લાખ 80 હજાર રૂપિયાની લાંચ લેવાના છટકામાં પકડાઈ ગયો હતો અને 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતો. જેથી ભુજ નગરપાલિકાને રાજકોટ મહાનગરપાલિકા અને એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા તેને ફરજ મોકૂફ કરવાની સૂચના આપવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજકોટમાં મનપાના ચીફ ફાયર ઓફિસરની નિમણૂક
- અનિલ મારુ લાંચ લેતા ઝડપાતા જગ્ચા પડી હતી ખાલી
- જગ્યા ખાલી પડતા ક્લાર્કને ચાર્જ સોંપવામાં આવ્યો હતો
રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર તરીકે મિથુન મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના એડિશનલ ફાયર ઓફિસરની નિમણુક રાજકોટ મહાનગરપાલિકામાં ખાલી પડેલ જગ્યા ચીફ ફાયર ઓફિસર તરીકે કરવામાં આવી છે.
અનિલ મારુ લાંચ લેતા ઝડપાતા જગ્યા ખાલી પડી હતી
રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ લાંચ લેતા ઝડપાયા હતા. જે બાદ તેમની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવતા તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અનિલ મારુ હાલ જેલમાં છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર તરીકેની જગ્યા ખાલી પડેલ હતી. આ જગ્યા ખાલી પડતાં ફાયર યુનિટમાં કાર્યરત ક્લાર્કને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
અનિલ મારુ રાજકોટ મનપામાં ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા હતા
રાજકોટ મહાનગર પાલિકાના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અનિલ મારુ મૂળ કચ્છમાં ભુજ નગરપાલિકા હસ્તક અગ્નિશમન સેવા કેન્દ્રમાં જિલ્લા ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. જેને ગાંધીનગરથી કમિશનર મ્યુનિસિપાલિટીની કચેરીએ 2022ની 2જી નવેમ્બરે વિભાગીય ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અને તેમને 2024ની 29મી જૂને રાજકોટ મહાનગર પાલિકામાં ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો.
જોકે, તે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. આપવા 3 લાખ રૂપિયાની લાંચ પૈકી બાકી રહેતી 1 લાખ 80 હજાર રૂપિયાની લાંચ લેવાના છટકામાં પકડાઈ ગયો હતો અને 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતો. જેથી ભુજ નગરપાલિકાને રાજકોટ મહાનગરપાલિકા અને એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા તેને ફરજ મોકૂફ કરવાની સૂચના આપવામાં આવી હતી.