Rath Yatra 2024: ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો આપ્યો

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં પહોંચીને કબૂતર ઉડાવ્યા આ વર્ષે સુરક્ષા માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો: હર્ષ સંઘવી CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું કર્યું નિરીક્ષણઅષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ખુદ સામે ચાલીને તેમના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. ભગવાન વર્ષમાં એકવાર તેમના ભક્તોને દર્શન આપવા માટે આવે છે, ત્યારે ભાવિ ભક્તોમાં ભગવાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળે છે. જગતના નાથ જ્યારે નગરચર્યાએ આવતા હોય ત્યારે તેમના ભક્તોનો આનંદ પણ ક્યાંય સમાતો નથી અને એક અનેરો ઉત્સાહ ભક્તોના ચહેરા પર જોવા મળે છે. લોકો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા છે.હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના કર્યા દર્શનઅમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આજે નીકળી છે. ત્યારે હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રાના દર્શન કરવા માટે પ્રેમ દરવાજા પહોંચ્યા હતા. અને કહ્યું કે આ વર્ષે સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોએ પણ પોલીસ અને મેડિકલ ટીમને ખુબ જ સાથ આપ્યો છે. 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો અને જનતાએ પણ તેમને સાથ આપ્યો હતો. હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં પહોંચીને કબૂતર ઉડાવ્યા હતા. કબૂતર ઉડાવીને હર્ષ સંઘવીએ શાંતિનો સંદેશો આપ્યો હતો.તમને જણાવી દઈએ કે અમદાવાદની રથયાત્રામાં અત્યાર સુધીમાં ચાર લોકો બેભાન થઈ ઢળી પડયા હતા, 5થી વધુ બાળકો વિખૂટા પડયા છે, 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો. કાલુપુરમાં રથયાત્રા રૂટમાં ફરી એક એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો. CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું કર્યું નિરીક્ષણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું છે. જેમાં CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું છે. તેમાં રથના લોકેશન, સુરક્ષા, સલામતીની જાણકારી મેળવી છે. મુખ્ય સચિવ રાજકુમાર, DGP વિકાસ સહાય હાજર રહ્યા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનનો રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. તેમાં પહિંદવિધિ બાદ રથનું પ્રસ્થાન કરાવાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી છે.

Rath Yatra 2024: ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો આપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં પહોંચીને કબૂતર ઉડાવ્યા
  • આ વર્ષે સુરક્ષા માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો: હર્ષ સંઘવી
  • CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું કર્યું નિરીક્ષણ

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ખુદ સામે ચાલીને તેમના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. ભગવાન વર્ષમાં એકવાર તેમના ભક્તોને દર્શન આપવા માટે આવે છે, ત્યારે ભાવિ ભક્તોમાં ભગવાનને આવકારવા અનેરો થનગનાટ જોવા મળે છે. જગતના નાથ જ્યારે નગરચર્યાએ આવતા હોય ત્યારે તેમના ભક્તોનો આનંદ પણ ક્યાંય સમાતો નથી અને એક અનેરો ઉત્સાહ ભક્તોના ચહેરા પર જોવા મળે છે. લોકો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા છે.

હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના કર્યા દર્શન

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આજે નીકળી છે. ત્યારે હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રાના દર્શન કરવા માટે પ્રેમ દરવાજા પહોંચ્યા હતા. અને કહ્યું કે આ વર્ષે સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોએ પણ પોલીસ અને મેડિકલ ટીમને ખુબ જ સાથ આપ્યો છે. 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો અને જનતાએ પણ તેમને સાથ આપ્યો હતો.

હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથની રથયાત્રામાં પહોંચીને કબૂતર ઉડાવ્યા હતા. કબૂતર ઉડાવીને હર્ષ સંઘવીએ શાંતિનો સંદેશો આપ્યો હતો.તમને જણાવી દઈએ કે અમદાવાદની રથયાત્રામાં અત્યાર સુધીમાં ચાર લોકો બેભાન થઈ ઢળી પડયા હતા, 5થી વધુ બાળકો વિખૂટા પડયા છે, 4 એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો હતો. કાલુપુરમાં રથયાત્રા રૂટમાં ફરી એક એમ્બ્યુલન્સ ફસાતા પોલીસે રસ્તો કરી આપ્યો.

CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું કર્યું નિરીક્ષણ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું છે. જેમાં CM ડેશ બોર્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું છે. તેમાં રથના લોકેશન, સુરક્ષા, સલામતીની જાણકારી મેળવી છે. મુખ્ય સચિવ રાજકુમાર, DGP વિકાસ સહાય હાજર રહ્યા છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનનો રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. તેમાં પહિંદવિધિ બાદ રથનું પ્રસ્થાન કરાવાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી છે.