Rajpipla: 90.85 ટકા સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને

May 7, 2026 - 06:00
Rajpipla: 90.85 ટકા સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકાની સામે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 90.85 ટકા નોંધાયું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 7029 વિદ્યાર્થીઓમાંથી 6883 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 6253 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે 630 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે.

જિલ્લામાં ગ્રેડ આધારિત પરિણામ મુજબ A1 ગ્રેડમાં 149, A2 માં 670, B1 માં 1295, B2 માં 1794, C1 માં 1495, C2 માં 796, D માં 54, E1માં 330 અને NI માં 300 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જિલ્લામાં 41 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે જ્યારે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી એકપણ શાળા નોંધાઈ નથી.

નર્મદા જિલ્લામાં વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓના બાળકો માટે આદિવાસીઓનાં વિધાર્થીઓ માટે શિક્ષણ માટે કરોડો રૂપિયા વાપરીને શૈક્ષણિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંકુલો ઉભા કર્યા છે. તેના ફળ વર્ષો પછીની મહેનત પછી શૈક્ષણિક પરિણામના રૂપમાં આજે તે ફળો ચાખવા મળ્યા છે.

નર્મદા જિલ્લો હવે પછાત નહી સાક્ષર બની ગયો

નર્મદા જિલ્લાનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 90.95 % આવ્યું છે. જે દર્શાવે છે કે નર્મદા જિલ્લો હવે શૈક્ષણિક ક્ષેત્રે પછાત રહ્યો નથી હવે નર્મદા જિલ્લા સાક્ષર થઈ ગયો છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. નર્મદા જિલ્લામાં પણ હવે આદિવાસી વિધાર્થીઓમાં પણ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થઇ ઉઠી છે. તેનું શ્રેય સરકારને જાય છે. નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં આદર્શ નિવાસી શાળાઓ છે. 42 આશ્રામ શાળાઓ છે તેમાં હોસ્ટેલમાં રહીને આદિવાસી વિધાર્થીઓ અભ્યાસ કરે છે. નર્મદા જિલ્લામાં મોડેલ સ્કૂલમાં રહીને આદિવાસી વિધાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. દેડિયાપાડા અને સાગબારા અને અન્ય તાલુકામાં મોડેલ સ્કૂલમાં રહીને આદિવાસી વિધાર્થીઓ અભ્યાસ કરે છે.

જિલ્લામાં સૌથી વધુ ટીંબાપાડાનું 97.16 ટકા પરિણામ

નર્મદા જિલ્લામાં કેન્દ્ર પ્રમાણે પરિણામ જોઇએ તો સૌથી વધુ ટીંબાપાડાનું 97.16 ટકા અને સૌથી ઓછુ દેડિયાપાડાનું 82.18 ટકા પરિણામ આવ્યું છે. રાજપીપળાનું 91.40 ટકા, દેડિયાપાડાનું 82.81 ટકા, તિલકવાડાનું 87.59 ટકા, સાગબારા 92.58 ટકા, કેવડિયા કોલોની 95.41 ટકા, નિવાલ્દા 92.44 ટકા, સેલંબા 91.07 ટકા, પ્રતાપનગર 96.04 ટકા, માંગરોલ 94.00 ટકા, ગરૂડેશ્વર 89.77 ટકા, જૂના મોજદા 95.59 ટકા, ઉમરવા 95.83 ટકા, ઉતાવળી 93.42 ટકા, વાડવા 93.17 ટકા, બોરિયા 86.59 ટકા અને ટીંબાપાડા કેન્દ્રનું પરિણામ 97.16 ટકા નોંધાયું છે.

યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓથી એજ્યુકેશન હબ બન્યું

નર્મદા જિલ્લામાં સરકારી મોડેલ સ્કૂલો આવેલી છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. સરકારી વિનયન અને વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાસની કોલેજા આવેલી છે. રાજપીપલા ખાતે ટ્રાઈબલ યુનિવર્સિટી આદિવાસી વિધાર્થીઓ માટે કાર્યરત છે. દેડિયાપાડા ખાતે પારસી ટેકરા થી નિવાલદા વચ્ચે કૃષિ ઈજનેરી કોલેજ આવેલી છે. કૃષિ ડીપ્લોમાં કોલેજ આવેલી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે. આ વિસ્તારમાં વિધાર્થીઓ માટે વિધાનું ધામ બની ગયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0