Rajkotમાં નકલી પોલીસ કર્મી ઝડપાયો, રોકડ અને મોબાઈલની ચલાવતો હતો લૂંટ
રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો છે,આ યુવકની વાત કરવામાં આવે તો બાઇકસવાર યુવકને ધમકાવીને ચલાવી લૂંટ ચલાવતો હતો અને તોડ કરતો હતો આ નકલી પોલીસકર્મીએ રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી છે.નાના મૌવા રોડ પર યુવાનને ઉભો રાખી લૂંટ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.તાલુકા પોલીસે નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે. રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો રાજકોટમાં વધુ એક નકલી પોલીસકર્મી ઝડપાયો છે.ઘનશ્યામ ખીમજી કટારીયા નામના નકલી પોલીસ કર્મીની તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,આરોપી કેટલા સમયથી લોકોની પાસેથી તોડ કરતો હતો અને કેટલા રૂપિયા ઉઘરાવ્યા તે બાબતને લઈ તપાસ હાથધરી છે,મહત્વનું છે કે આરોપીએ અલગ-અલગ વિસ્તારોમાં તોડ કર્યા છે અને મોબાઈલની લૂંટ પણ ચલાવતો હતો એટલે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તેવું પણ પોલીસને લાગે છે. યુવાનને માર મારી રૂપિયા પડાવ્યા યુવાનને રસ્તામાં રોકી તેમની પાસેથી રૂ.15 હજાર માંગ્યા પરંતુ, તેને રૂપિયા આપવાની ના પાડતા ફરીથી માર માર્યો હતો. જેથી, યુવાન ખૂબ જ ડરી ગયો અને તેમની પાસે રૂ.8 હજાર રોકડા પડ્યા હતા, તે પુરેપુરા તેને આપી દીધા હતાં. ત્યારબાદ તેને ફરીથી તેની પાછળ-પાછળ પોલીસ સ્ટેશન આવવાનુ કહેતા તે તેની પાછળ ગયેલ હતો. નવા 150 ફુટ રીંગ રોડ ઉપર પરસાણા ચોક પાસે યુવાનનું બાઈક રખાવી નકલી પોલીસે તેના બાઈક પાછળ બેસાડી કણકોટ ગામ પાસે લઈ ગયા હતા. ગઈકાલે પણ ઝડપાયો એક નકલી પોલીસ રાજકોટમાં છેલ્લા બે દિવસમાં બે નકલી પોલીસ કર્મીઓ ઝડપાયા છે,આરોપીઓની એમઓ સરખી જ હતી પરંતુ લોકોએ ઝડપીને પોલીસને સોંપી દીધા છે.રાજકોટમાં અસલી પોલીસ કરતાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો હોય એમ નકલી પોલીસનો ભોગ બનનાર લોકો એક બાદ એક સામે આવી રહ્યાં છે. થોરાળા પોલીસ મથકમાં નકલી ડીસીપી બની દરોડો પાડ્યા બાદ એ. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસની ઓળખ આપી રૂ.40 હજાર પડાવ્યાંના બનાવો તાજા છે ત્યાં વધુ એક નકલી પોલીસે મૂળ ગોંડલના યુવાનને ગાડીના કાગળો અને લાયસન્સ માંગી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો છે,આ યુવકની વાત કરવામાં આવે તો બાઇકસવાર યુવકને ધમકાવીને ચલાવી લૂંટ ચલાવતો હતો અને તોડ કરતો હતો આ નકલી પોલીસકર્મીએ રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી છે.નાના મૌવા રોડ પર યુવાનને ઉભો રાખી લૂંટ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.તાલુકા પોલીસે નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે.
રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો
રાજકોટમાં વધુ એક નકલી પોલીસકર્મી ઝડપાયો છે.ઘનશ્યામ ખીમજી કટારીયા નામના નકલી પોલીસ કર્મીની તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,આરોપી કેટલા સમયથી લોકોની પાસેથી તોડ કરતો હતો અને કેટલા રૂપિયા ઉઘરાવ્યા તે બાબતને લઈ તપાસ હાથધરી છે,મહત્વનું છે કે આરોપીએ અલગ-અલગ વિસ્તારોમાં તોડ કર્યા છે અને મોબાઈલની લૂંટ પણ ચલાવતો હતો એટલે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તેવું પણ પોલીસને લાગે છે.
યુવાનને માર મારી રૂપિયા પડાવ્યા
યુવાનને રસ્તામાં રોકી તેમની પાસેથી રૂ.15 હજાર માંગ્યા પરંતુ, તેને રૂપિયા આપવાની ના પાડતા ફરીથી માર માર્યો હતો. જેથી, યુવાન ખૂબ જ ડરી ગયો અને તેમની પાસે રૂ.8 હજાર રોકડા પડ્યા હતા, તે પુરેપુરા તેને આપી દીધા હતાં. ત્યારબાદ તેને ફરીથી તેની પાછળ-પાછળ પોલીસ સ્ટેશન આવવાનુ કહેતા તે તેની પાછળ ગયેલ હતો. નવા 150 ફુટ રીંગ રોડ ઉપર પરસાણા ચોક પાસે યુવાનનું બાઈક રખાવી નકલી પોલીસે તેના બાઈક પાછળ બેસાડી કણકોટ ગામ પાસે લઈ ગયા હતા.
ગઈકાલે પણ ઝડપાયો એક નકલી પોલીસ
રાજકોટમાં છેલ્લા બે દિવસમાં બે નકલી પોલીસ કર્મીઓ ઝડપાયા છે,આરોપીઓની એમઓ સરખી જ હતી પરંતુ લોકોએ ઝડપીને પોલીસને સોંપી દીધા છે.રાજકોટમાં અસલી પોલીસ કરતાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો હોય એમ નકલી પોલીસનો ભોગ બનનાર લોકો એક બાદ એક સામે આવી રહ્યાં છે. થોરાળા પોલીસ મથકમાં નકલી ડીસીપી બની દરોડો પાડ્યા બાદ એ. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસની ઓળખ આપી રૂ.40 હજાર પડાવ્યાંના બનાવો તાજા છે ત્યાં વધુ એક નકલી પોલીસે મૂળ ગોંડલના યુવાનને ગાડીના કાગળો અને લાયસન્સ માંગી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું હતું.