Rajkotના હલેન્ડા ગામે ગોઝારી દુર્ઘટના, વાડીમાં કામ કરતા ખેડૂત દંપતી પર વીજ વાયર પડતા કરૂણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ (Jasdan) પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ-આટકોટ રોડ (Rajkot-Atkot Road) પર આવેલા હલેન્ડા (Halenda) ગામે આજે સવારે ખેતીકામ કરી રહેલા એક દંપતી પર અચાનક વીજપોલ પરથી ઇલેક્ટ્રિકનો ભારે વીજ વાયર તૂટીને પડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વાડીમાં રોજિંદુ કામ કરી રહ્યા હતા ગાંડુભાઈ અને તેમના પત્ની કાંતાબેન
પ્રાપ્ત વિગતો અનુસાર, હલેન્ડા-ઉમરાળી રોડ (Halenda-Umrali Road) પર આવેલી પોતાની વાડીમાં ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા (કોળી) અને તેમના ધર્મપત્ની કાંતાબેન સામાન્ય દિવસોની જેમ ખેતીનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ વીજપોલ પરથી પસાર થતો વીજ વાયર તૂટીને સીધો તેમના ઉપર જ પડ્યો હતો. વાયર અડી જતા જ બંનેને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે બંનેનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું.
મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
આ કરૂણ દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના ખેડૂતો અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ગરૈયા સહિતના અગ્રીણો પણ તાબડતોબ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. એક જ પરિવારના મોભી પતિ-પત્નીનું અચાનક આ પ્રકારે અકસ્માતે અવસાન થતાં હલેન્ડા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ અને તંત્રની ટીમ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Milk Prices Hike : રાજકોટવાસીઓની કમર તોડતો મોંઘવારીનો વધુ એક માર, ખાનગી ડેરી સંચાલકોએ કર્યો દૂધના ભાવમાં તોતિંગ વધારો...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

