Rajkotના આનંદપર નવા ગામમાં ભાજપની સભામાં હંગામો, બે મહિલાઓ વચ્ચે છૂટાહાથની મારામારી

Apr 17, 2026 - 00:00
Rajkotના આનંદપર નવા ગામમાં ભાજપની સભામાં હંગામો, બે મહિલાઓ વચ્ચે છૂટાહાથની મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના આનંદપર (નવા ગામ-2) વિસ્તારમાં ભાજપ દ્વારા આયોજિત એક સભામાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચૂંટણીલક્ષી પ્રચાર કે સંગઠનલક્ષી બેઠક દરમિયાન જ્યારે નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત હતા, ત્યારે અચાનક બે મહિલાઓ કોઈ બાબતે સામસામે આવી ગઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સભાના મધ્યમાં જ છૂટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી.

વાળ ખેંચીને એકબીજા પર તૂટી પડી મહિલાઓ

સભામાં હાજર લોકો તે સમયે સ્તબ્ધ થઈ ગયા જ્યારે આ બંને મહિલાઓએ મર્યાદા ઓળંગીને એકબીજાના વાળ અને ચોટલા ખેંચી ખેંચતાણ શરૂ કરી હતી. જાહેરમાં જ મહિલાઓ વચ્ચે થયેલી આ લડાઈને કારણે સભામાં ખલેલ પહોંચી હતી અને ગંભીર અંધાધૂંધી સર્જાઈ હતી. સભામાં ઉપસ્થિત અન્ય લોકો અને કાર્યકરોએ વચ્ચે પડીને બંને મહિલાઓને માંડ-માંડ છૂટી પાડી હતી. મહિલાઓ વચ્ચેની આ લડાઈ પાછળ અંગત અદાવત હતી કે પક્ષલક્ષી કોઈ મુદ્દો, તે હજુ સ્પષ્ટ થયું નથી.

લોકોના ટોળા જામ્યા, સભામાં ક્ષોભજનક સ્થિતિ

આ ઘટનાને પગલે સભા સ્થળની બહાર અને અંદર લોકોના મોટા ટોળા જામ્યા હતા. ભાજપની સભામાં જ આ પ્રકારે શિસ્તના લીરેલીરા ઉડતા પક્ષના હોદ્દેદારો માટે પણ ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. ઘટના બાદ થોડીવાર માટે સભા અટકાવી દેવાની ફરજ પડી હતી. હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ તે જાણવા મળ્યું નથી, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0