Rajkot: સ્કુલોમાં 423 જેટલા શિક્ષકોની ઘટ, કેટલીક શાળાઓ બંધ કરવાની ફરજ પડી

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈ અનેક વખત સવાલો ઉભા થયા છે, રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ ખૂબ દયનીય છે ઘણી જગ્યાએ શિક્ષકો વગરની સ્કૂલો છે તો ક્યાંક શાળાઓ બંધ કરવી પડે તેવી સ્થિતિઓ પણ છે. ત્યારે જાણો રાજકોટમાં પણ શું છે શિક્ષણની સ્થિતિ.રાજકોટ શહેર અને જિલ્લામાં શિક્ષણની સ્થિત પર નજર કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 984 સરકારી શાળાઓ આવેલી છે, જેમાં 1,67,961 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 6,226 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, પરંતુ હજુ પણ 423 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, ત્યારે 4 જેટલી શાળાઓ બંધ કરવાની પણ ફરજ શિક્ષણ વિભાગને પડી છે. રાજકોટમાં શું છે શિક્ષણની સ્થિતિ? રાજકોટ જિલ્લા પંચાયત હસ્તગત 11 તાલુકાઓની શાળાઓની શું હાલત છે તે જાણીએ તો જિલ્લા પંચાયત હસ્તગત 845 શાળાઓ આવેલી છે, જેમાં એક લાખ 27 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા 5200 શિક્ષકો મહેકમ મંજૂર થયું છે, છતાં પણ હાલ શિક્ષકોની ઘટ રાજકોટ જિલ્લાની 11 તાલુકાઓની શાળાઓમાં આજે પણ વર્તાઈ રહી છે, એક લાખ 27 હજાર વિદ્યાર્થીઓની સામે 300 જેટલા શિક્ષકોની ઘટ છે. ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. 93 જેટલી શાળાઓ કોર્પોરેશન હસ્તગત રાજકોટ કોર્પોરેશન અને જિલ્લા શિક્ષણ કચેરી હેઠળ આવતી શાળાઓની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 93 જેટલી શાળાઓ કોર્પોરેશન હસ્તગત છે, જેમાં 35,635 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 1150 શિક્ષકો અત્યારે ફરજ પર છે. ત્યારે 35,635 વિદ્યાર્થીઓમાં પણ 103 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, જિલ્લા શિક્ષણ કચેરી હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક રાજકોટ શહેરમાં 46 જેટલી શાળાઓ છે, જેમાં 5,325 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 176 શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે ત્યારે તેમાં પણ 20 જેટલા શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં સરેરાશ 423 શિક્ષકોની ઘટ રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરાશ જોઈએ તો 423 શિક્ષકોની ઘટ છે તેમની સામે અનેક શાળાઓ એવી પણ છે કે જેમાં સ્થિતી ખૂબ જ ખરાબ છે, જેમાં ગામડાઓની શાળાઓમાં ઘણી શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષકો છે, ત્યારે ઘણી શાળાઓ એવી પણ છે કે જેમને હજુ ઈન્ટરનેટની સુવિધાઓ પણ મળી નથી અને ખેલકૂદ માટેના મેદાન પણ શાળાઓ પાસે નથી, જેના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ ગંભીર અસર પડી રહી છે

Rajkot: સ્કુલોમાં 423 જેટલા શિક્ષકોની ઘટ, કેટલીક શાળાઓ બંધ કરવાની ફરજ પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈ અનેક વખત સવાલો ઉભા થયા છે, રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ ખૂબ દયનીય છે ઘણી જગ્યાએ શિક્ષકો વગરની સ્કૂલો છે તો ક્યાંક શાળાઓ બંધ કરવી પડે તેવી સ્થિતિઓ પણ છે. ત્યારે જાણો રાજકોટમાં પણ શું છે શિક્ષણની સ્થિતિ.

રાજકોટ શહેર અને જિલ્લામાં શિક્ષણની સ્થિત પર નજર કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 984 સરકારી શાળાઓ આવેલી છે, જેમાં 1,67,961 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 6,226 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, પરંતુ હજુ પણ 423 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, ત્યારે 4 જેટલી શાળાઓ બંધ કરવાની પણ ફરજ શિક્ષણ વિભાગને પડી છે.

રાજકોટમાં શું છે શિક્ષણની સ્થિતિ?

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તગત 11 તાલુકાઓની શાળાઓની શું હાલત છે તે જાણીએ તો જિલ્લા પંચાયત હસ્તગત 845 શાળાઓ આવેલી છે, જેમાં એક લાખ 27 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા 5200 શિક્ષકો મહેકમ મંજૂર થયું છે, છતાં પણ હાલ શિક્ષકોની ઘટ રાજકોટ જિલ્લાની 11 તાલુકાઓની શાળાઓમાં આજે પણ વર્તાઈ રહી છે, એક લાખ 27 હજાર વિદ્યાર્થીઓની સામે 300 જેટલા શિક્ષકોની ઘટ છે. ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે.

93 જેટલી શાળાઓ કોર્પોરેશન હસ્તગત

રાજકોટ કોર્પોરેશન અને જિલ્લા શિક્ષણ કચેરી હેઠળ આવતી શાળાઓની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 93 જેટલી શાળાઓ કોર્પોરેશન હસ્તગત છે, જેમાં 35,635 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 1150 શિક્ષકો અત્યારે ફરજ પર છે. ત્યારે 35,635 વિદ્યાર્થીઓમાં પણ 103 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, જિલ્લા શિક્ષણ કચેરી હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક રાજકોટ શહેરમાં 46 જેટલી શાળાઓ છે, જેમાં 5,325 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 176 શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે ત્યારે તેમાં પણ 20 જેટલા શિક્ષકોની ઘટ છે.

જિલ્લામાં સરેરાશ 423 શિક્ષકોની ઘટ

રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરાશ જોઈએ તો 423 શિક્ષકોની ઘટ છે તેમની સામે અનેક શાળાઓ એવી પણ છે કે જેમાં સ્થિતી ખૂબ જ ખરાબ છે, જેમાં ગામડાઓની શાળાઓમાં ઘણી શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષકો છે, ત્યારે ઘણી શાળાઓ એવી પણ છે કે જેમને હજુ ઈન્ટરનેટની સુવિધાઓ પણ મળી નથી અને ખેલકૂદ માટેના મેદાન પણ શાળાઓ પાસે નથી, જેના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ ગંભીર અસર પડી રહી છે