Rajkot News: વાલીઓ બાળકોને ચોકલેટ આપતા પહેલા ચેતજો, વાંચી લો આ ખાસ અહેવાલ

Jun 2, 2026 - 18:00
Rajkot News: વાલીઓ બાળકોને ચોકલેટ આપતા પહેલા ચેતજો, વાંચી લો આ ખાસ અહેવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કાચદાનો સકંજો કસાયો છે. અત્યાર સુધી પનીર, તેલ, ઘી સહિતની નકલી બનાવટો પકડાતી હતી.હવે બાળકોની ચોકલેટ પણ આ ભેળસેળિયા તત્વોએ બાકી નથી રાખી. આરોગ્ય વિભાગની ટીમે એક ચોકલેટના સ્ટોર પર દરોડા પાડ્યા હતાં. જેમાં એક્સપાયરી ડેટ વાળી ચોકલેટો પકડાઈ હતી.

ઈન્જેક્શનમાં જેલી જેવું સીરપ નાંખવામાં આવતું

રાજકોટના આરોગ્ય વિભાગે શહેરના ડાયમંડ ચોકલેટના ગોડાઉન પર દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન તપાસમાં ગોડાઉનમાંથી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી.આ ગોડાઉનમાંથી એક્સપાયરી ડેટ વાળી ચોકલેટનો 200 કિલો જેટલો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું હતું કે, બાળકોને આ ચોકલેટ મારફતે પીવાના ઈન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું. ઈન્જેક્શનમાં જેલી જેવું સીરપ નાંખવામાં આવતું હતું.

હેન્ડવોશ જેવી ચાઈનીઝ પિચકારી મળી આવી

આ ઉપરાંત ગોડાઉનમાંથી હેન્ડવોશ જેવી ચાઈનીઝ પીચકારી પણ મળી આવી છે. જેમાં જેલી ભરીને વેચાણ કરવામાં આવતું હતું. દુકાનદારે કહ્યું હતું કે, હું એક્સપાયરી ડેટ વાળી વસ્તુ વેચતો હતો તે મારી ભૂલ છે. નાના નિર્દોષ બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા આ વેપારીને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર માત્ર કડક સૂચનાઓ જ આપી હતી. આરોગ્ય વિભાગે જપ્ત કરેલી ચોકલેટના નમૂના લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Vadodara news: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0