Rajkot News : રાજકોટ ફાયરિંગ કેસ, પેંડાગેંગને આશરો આપનાર વધુ 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

Nov 3, 2025 - 10:30
Rajkot News : રાજકોટ ફાયરિંગ કેસ, પેંડાગેંગને આશરો આપનાર વધુ 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે સામ-સામે ફાયરીંગની ઘટના બાદ પોલીસે પેંડા ગેંગના સાત શખસોનુ સરઘસ કાઢ્યા બાદ મુરથા ગેંગના ત્રણ શખસોને ઘટનાસ્થળે લઈ જઈ લોકો સામે હાથ જોડાવી માફી મંગાવી હતી. બનાવમાં પોલીસે પેંડા ગેંગના ભયલુને હથીયાર આપનાર લક્ષ્મીવાડીના શખસને દેશી પિસ્તોલ સાથે પકડી લઈ વધુ તપાસમાં પેંડા ગેંગને આશરો આપનાર વધુ બે શખસોને ધરપકડ કરી તેની આકરી પુછતાછ કરી છે.

પોલીસે વધુ બે આરોપીઓની કરી ધરપકડ

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મંગળવારની મધરાત્રીના મંગળારોડ પર પેંડાગેંગના ભયલુ ગઢવી સહીતની ટોળકીએ જંગલેશ્વરના મુરઘા ગેંગ પર અંધાધુંધ ફાયરીંગ કર્યા બાદ સામે મુરધા અને સંજલાએ અંધાધુંધ ફાયરીંગ કર્યાના બનાવમાં એડીવીઝન પોલીસે બન્ને જુથ્થના 11થી વધુ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમ્યાન એસઓજીના પીઆઈ જાડેજા સહીતના સ્ટાફે હર્ષદિપસિંહ ઉર્ફે મેટીયો સત્યકિસિંહ ઝાલા,ભયલુ ઉર્ફે જીતેશ દિનેશભાઈ રાબા,જૈવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા,હિંમત ઉર્ફે કાળુ અમુદાન સાંગા, લકીરાજસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા,મનીષદાન નવલદાન બાદાણી અને પરીમલ ઉર્ફે પરીયો ત્રિભોવનભાઈ સોલંકીની ધરપકડ કરી છે.

પિસ્તોલ મળી આવતા પોલીસે વધુ એક ગુનો નોધી તેની ધરપકડ કરી

તેની પાસેથી કાર, બે દેશી બનાવટની પિસ્તોલ સહીતની મતા કબજે કરી હતી આકરી પુછતાછ કરી તેનુ ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્ટ્રકશન કરાવી રિમાન્ડ મેળવી કાર્યવાહી કરી હતી. જયારે સામા પક્ષે સુત્રધાર અમન ઉર્ફે મુરથો અલ્તાફ પીપરવાડીયા, અબ્દુલા ઉર્ફે દુલીયો ભીખુભાઈ ઘાડા અને સોહેલ ઉર્ફે સાહીલ ઉસ્માનભાઈ દીવાનની ધરપકડ કરી તેને મંગળા રોડ પર લઈ જઈ લોકો સામે હાથ જોડાવી માફી મંગાવી તેના પણ રિમાન્ડ લક્ષ્મીવાડીના મેળવી પુછતાછ હાથ ધરી હતી. પોલીસની વધુ તપાસમાં પેંડાગેંગના ભયલુ સહિતને હથીયાર આપનાર લક્ષ્મીવ સંજયસિંહએ આપ્યાનુ બહાર આવતા પોલીસે સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઈ તેની તલાસી લેતા તેની પાસેથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે વધુ એક ગુનો નોધી તેની ધરપકડ કરી.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0