Rajkot Breaking News : રાજકોટની જયકિશન શાળા આખેઆખી બોગસ ! થયો પર્દાફાશ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ દલા તરવાડી જેવો ઘાટ સર્જાયો છે,રાજકોટમાં જય કિશન નામની આખેઆખી બોગસ સ્કૂલ ઝડપાઈ છે,આ સ્કૂલ પાસે સ્કૂલ ચલાવવાની પરવાનગી નથી અને સાથે બીયુ અને ફાયર એનઓસી પણ નથી,આ સમગ્ર સ્કૂલને લઈ સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે.મવડી વિસ્તારમાં ગેરકાયદસેર બાંધકામ વાળી છે ત્રણ માળની સ્કૂલ.મનપા કરશે કોઈ કાર્યવાહી ? મવડી વિસ્તારમાં સૌથી મોટી બેદરકારી સામે આવી છે જેમાં સ્કૂલના સંચાલક પાસે ના તો બીયુ પરમિશન છે ના તો ફાયર એનઓસી છે તેમ છત્તા સ્કૂલ ધમધમી રહી છે.ફાયર વિભાગ પાસે કોઈ પરમિશન લેવામાં આવી નથી અને શાળા ધમધમી રહી છે.આ સ્કૂલમાં કોઈ પણ જાતની પરમિશન છે નહી તેવી માહિતી સંદેશ ન્યૂઝ પાસે આવી છે.તો બીજી તરફ દોઢ વર્ષમાં મનપાએ એક જ વાર સ્કૂલને નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે.રાજકીય વગ અને વહીવટી સેટિંગ હોવાની ચાલી રહી છે ચર્ચા. શું શાળાને તોડી પડાશે કે એમની એમ રખાશે ? મવડી વિસ્તારમાં આવેલી આ શાળાની વાત કરવામાં આવે તો આ શાળામાં 600 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે શાળાના સંચાલકો દ્રારા બિંદાસ રીતે શાળાને ચલાવવામાં આવી રહી છે,શાળામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે તે પણ સવાલ છે.ATPOએ સંદેશ ન્યૂઝને કહ્યું કે,બાંધકામ તોડી પડાશે.ટીઆરપી ગેમ ઝોનની જેમ એક પણ પ્રકારની પરમિશન આ સ્કૂલ પાસે નથી છતાં પણ સ્કૂલ ચાલી રહી છે.કોઈ રાજકીય વગ કે મનપાના અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે તે પ્રશ્ન છે.મનપાના અધિકારીઓ ખિસ્સા ગરમ કરાતા હોવાની ચર્ચા બજારમાં ચાલી રહી છે.ગરબા આયોજકોને પરમિશન આપતા નથી અને હેરાન કરો છો રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપા તંત્ર એલર્ટ તો થયું છે પણ બધી રીતે ચેકિંગ કરવામાં આવતું નથી તે સાબિત થઈ ગયું છે,આટલી મોટી બેદરકારી જો કોઈ બીજાએ કરી હોત તો મનપા શું કરેત,મનપાને ખબર છે તેમ છત્તા આ શાળા સામે કાર્યવાહી હજી કરવામાં આવી નથી,મનપા જાણે મૂહર્ત જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,શાળા જલદીથી તોડો અને ફટકારો મોટો દંડ.એક તરફ ગરબા આયોજકોને પરમિશન આપતા નથી અને બીજી તરફ આખેઆખી શાળા ગેરકાયદેસર ધમધમી રહી છે,આવું તો કેવું. 

Rajkot Breaking News : રાજકોટની જયકિશન શાળા આખેઆખી બોગસ ! થયો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ દલા તરવાડી જેવો ઘાટ સર્જાયો છે,રાજકોટમાં જય કિશન નામની આખેઆખી બોગસ સ્કૂલ ઝડપાઈ છે,આ સ્કૂલ પાસે સ્કૂલ ચલાવવાની પરવાનગી નથી અને સાથે બીયુ અને ફાયર એનઓસી પણ નથી,આ સમગ્ર સ્કૂલને લઈ સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે.મવડી વિસ્તારમાં ગેરકાયદસેર બાંધકામ વાળી છે ત્રણ માળની સ્કૂલ.

મનપા કરશે કોઈ કાર્યવાહી ?
મવડી વિસ્તારમાં સૌથી મોટી બેદરકારી સામે આવી છે જેમાં સ્કૂલના સંચાલક પાસે ના તો બીયુ પરમિશન છે ના તો ફાયર એનઓસી છે તેમ છત્તા સ્કૂલ ધમધમી રહી છે.ફાયર વિભાગ પાસે કોઈ પરમિશન લેવામાં આવી નથી અને શાળા ધમધમી રહી છે.આ સ્કૂલમાં કોઈ પણ જાતની પરમિશન છે નહી તેવી માહિતી સંદેશ ન્યૂઝ પાસે આવી છે.તો બીજી તરફ દોઢ વર્ષમાં મનપાએ એક જ વાર સ્કૂલને નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે.રાજકીય વગ અને વહીવટી સેટિંગ હોવાની ચાલી રહી છે ચર્ચા.

શું શાળાને તોડી પડાશે કે એમની એમ રખાશે ?
મવડી વિસ્તારમાં આવેલી આ શાળાની વાત કરવામાં આવે તો આ શાળામાં 600 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે શાળાના સંચાલકો દ્રારા બિંદાસ રીતે શાળાને ચલાવવામાં આવી રહી છે,શાળામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર રહેશે તે પણ સવાલ છે.ATPOએ સંદેશ ન્યૂઝને કહ્યું કે,બાંધકામ તોડી પડાશે.ટીઆરપી ગેમ ઝોનની જેમ એક પણ પ્રકારની પરમિશન આ સ્કૂલ પાસે નથી છતાં પણ સ્કૂલ ચાલી રહી છે.કોઈ રાજકીય વગ કે મનપાના અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે તે પ્રશ્ન છે.મનપાના અધિકારીઓ ખિસ્સા ગરમ કરાતા હોવાની ચર્ચા બજારમાં ચાલી રહી છે.



ગરબા આયોજકોને પરમિશન આપતા નથી અને હેરાન કરો છો
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપા તંત્ર એલર્ટ તો થયું છે પણ બધી રીતે ચેકિંગ કરવામાં આવતું નથી તે સાબિત થઈ ગયું છે,આટલી મોટી બેદરકારી જો કોઈ બીજાએ કરી હોત તો મનપા શું કરેત,મનપાને ખબર છે તેમ છત્તા આ શાળા સામે કાર્યવાહી હજી કરવામાં આવી નથી,મનપા જાણે મૂહર્ત જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,શાળા જલદીથી તોડો અને ફટકારો મોટો દંડ.એક તરફ ગરબા આયોજકોને પરમિશન આપતા નથી અને બીજી તરફ આખેઆખી શાળા ગેરકાયદેસર ધમધમી રહી છે,આવું તો કેવું.