Rajkot: 24 રફ્તારના રાક્ષસો પોલીસ સકંજામાં, 10 બાઈક, 2 કાર કરાઈ જપ્ત
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના ઘણા વિસ્તારોમાં રેસિંગના રફતારો બેફામ બન્યા હતા અને આ બેફામ બનેલા તત્વો રોડ પર કોઈની પણ પરવાહ કર્યા વગર ફૂલ સ્પીડે પોતાનું વાહન હંકારતા, એકબીજા વચ્ચે રેસિંગ પણ કરતા અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા હતા. ત્યારે હવે રાજકોટમાં આવા રેસિંગ કરનારા લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.રાજકોટથી જામનગર સુધી યોજવામાં આવી હતી રેસ ગ્રામ્ય પોલીસે રફતારના માફિયાઓને ઝડપી પાડયા છે. શહેરની ભારત હોટલ પાસેથી સ્ટંટ કરનારા 24 લોકોને પોલીસે પકડ્યા છે. બુધવારે રાજકોટથી જામનગર સુધી એક રેસ યોજવામાં આવી હતી અને આ રેસમાં આ તમામ લોકોએ ભાગ લીધો હતો. પોલીસે કાર્યવાહી કરતા રેસિંગમાં ભાગ લેનારા 10 બાઈક અને 2 ફોર વ્હીલર કબજે કરવામાં આવી છે. જોખમી રીતે રેસ લગાવીને આ રફ્તારના રાક્ષસોએ લોકોમાં ભય ફેલાવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપ્યા ત્યારે આ રેસિંગની જાણકારી પોલીસને થતાં પોલીસે બાતમીના આધારે પડધરી, મેટોડા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને વોચમાં રાખી હતી અને આખરે ભારત હોટલ પાસેથી રેસિંગ કરનારાઓ અને સ્ટંટબાજી કરનારાઓને પોલીસે સકંજામાં લીધા છે. આ સમગ્ર મામલે પડધરી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના ઘણા વિસ્તારોમાં રેસિંગના રફતારો બેફામ બન્યા હતા અને આ બેફામ બનેલા તત્વો રોડ પર કોઈની પણ પરવાહ કર્યા વગર ફૂલ સ્પીડે પોતાનું વાહન હંકારતા, એકબીજા વચ્ચે રેસિંગ પણ કરતા અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા હતા. ત્યારે હવે રાજકોટમાં આવા રેસિંગ કરનારા લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટથી જામનગર સુધી યોજવામાં આવી હતી રેસ
ગ્રામ્ય પોલીસે રફતારના માફિયાઓને ઝડપી પાડયા છે. શહેરની ભારત હોટલ પાસેથી સ્ટંટ કરનારા 24 લોકોને પોલીસે પકડ્યા છે. બુધવારે રાજકોટથી જામનગર સુધી એક રેસ યોજવામાં આવી હતી અને આ રેસમાં આ તમામ લોકોએ ભાગ લીધો હતો. પોલીસે કાર્યવાહી કરતા રેસિંગમાં ભાગ લેનારા 10 બાઈક અને 2 ફોર વ્હીલર કબજે કરવામાં આવી છે. જોખમી રીતે રેસ લગાવીને આ રફ્તારના રાક્ષસોએ લોકોમાં ભય ફેલાવ્યો હતો.
લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપ્યા
ત્યારે આ રેસિંગની જાણકારી પોલીસને થતાં પોલીસે બાતમીના આધારે પડધરી, મેટોડા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને વોચમાં રાખી હતી અને આખરે ભારત હોટલ પાસેથી રેસિંગ કરનારાઓ અને સ્ટંટબાજી કરનારાઓને પોલીસે સકંજામાં લીધા છે. આ સમગ્ર મામલે પડધરી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.