Rajkot: શેર માર્કેટથી લાખો રૂપિયા કમાવવાની લાલચ આપી ગઠિયાએ 3.80 લાખ પડાવ્યા

રાજકોટ શહેરમાં ઓનલાઈન માધ્યમથી છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં લોકો આવી છેતરપિંડી કરનારાઓની વાતોમાં આવી જઈને પોતાની મહેનતની કમાણી ગુમાવી દેતા હોય છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગર ખાતે રહેતી મહિલાને શેર માર્કેટમાં રોકાણ કરી કમાણીની લાલચ આપી અમદાવાદનાં ગઠિયાએ રૂપિયા 3.80 લાખ પડાવી લીધાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ ભક્તિનગર પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધંધા-શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપિંડીનો ભોગ બનનાર માનસી પ્રવીણભાઈ ભટ્ટીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ અમદાવાદના ધવલભાઈ નામના શખ્સે તેને ધંધામાં અને શેરબજારમાં રોકાણ કરી કમાણી કરવાની લાલચ આપી હતી. જેને પગલે ગત તારીખ 5 જૂન 2023થી તા. 11મે 2024 સુધીમાં પોતે કટકે-કટકે 3.80 લાખ ઓનલાઈન ધવલભાઈને ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આ રૂપિયા પરત આપવાનો સમય આવ્યો ત્યારે ધવલભાઈ ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. અને બાદમાં ફોન બંધ કરી દેતા તેમને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાયું હતું. જેને લઈને આ ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદને આધારે પોલીસ તપાસ શરૂ હાલમાં ભક્તિનગર પોલીસે માનસીબેનની ફરિયાદના આધારે ધવલભાઈ અને તેના મળતીયાઓ સામે ગુનો નોંધયો છે. અને આરોપીના નામ તેમજ ઓનલાઈન થયેલા બેંક વ્યવહારોને આધારે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ અન્ય લોકોને આ સહિતની કોઈપણ લાલચમાં નહીં આવવા તેમજ અજાણ્યા વ્યકતિઓને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર ન કરવા અને અજાણી લિંક ઉપર ક્લિક ન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. લોકોને સાયબર ફ્રોડથી બચવા અપીલ ઉલ્લેખનીય છે કે, હાલ વિવિધ પ્રકારની લાલચો આપી ફ્રોડ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે આવી લાલચોમાં નહીં આવવા અપીલ કરવામાં આવી છે. અને જો કોઈ કારણોસર છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા અથવા 1901 નંબર પર સંપર્ક કરવાની અપીલ પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી છે.

Rajkot: શેર માર્કેટથી લાખો રૂપિયા કમાવવાની લાલચ આપી ગઠિયાએ 3.80 લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં ઓનલાઈન માધ્યમથી છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં લોકો આવી છેતરપિંડી કરનારાઓની વાતોમાં આવી જઈને પોતાની મહેનતની કમાણી ગુમાવી દેતા હોય છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગર ખાતે રહેતી મહિલાને શેર માર્કેટમાં રોકાણ કરી કમાણીની લાલચ આપી અમદાવાદનાં ગઠિયાએ રૂપિયા 3.80 લાખ પડાવી લીધાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ ભક્તિનગર પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધંધા-શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી

છેતરપિંડીનો ભોગ બનનાર માનસી પ્રવીણભાઈ ભટ્ટીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ અમદાવાદના ધવલભાઈ નામના શખ્સે તેને ધંધામાં અને શેરબજારમાં રોકાણ કરી કમાણી કરવાની લાલચ આપી હતી. જેને પગલે ગત તારીખ 5 જૂન 2023થી તા. 11મે 2024 સુધીમાં પોતે કટકે-કટકે 3.80 લાખ ઓનલાઈન ધવલભાઈને ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આ રૂપિયા પરત આપવાનો સમય આવ્યો ત્યારે ધવલભાઈ ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. અને બાદમાં ફોન બંધ કરી દેતા તેમને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાયું હતું. જેને લઈને આ ફરિયાદ નોંધાવી છે.

મહિલાની ફરિયાદને આધારે પોલીસ તપાસ શરૂ

હાલમાં ભક્તિનગર પોલીસે માનસીબેનની ફરિયાદના આધારે ધવલભાઈ અને તેના મળતીયાઓ સામે ગુનો નોંધયો છે. અને આરોપીના નામ તેમજ ઓનલાઈન થયેલા બેંક વ્યવહારોને આધારે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ અન્ય લોકોને આ સહિતની કોઈપણ લાલચમાં નહીં આવવા તેમજ અજાણ્યા વ્યકતિઓને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર ન કરવા અને અજાણી લિંક ઉપર ક્લિક ન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

લોકોને સાયબર ફ્રોડથી બચવા અપીલ

ઉલ્લેખનીય છે કે, હાલ વિવિધ પ્રકારની લાલચો આપી ફ્રોડ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે આવી લાલચોમાં નહીં આવવા અપીલ કરવામાં આવી છે. અને જો કોઈ કારણોસર છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા અથવા 1901 નંબર પર સંપર્ક કરવાની અપીલ પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી છે.