Rajkot: શિક્ષકોએ પેપર ચકાસણીમાં ભૂલ કરતા દંડ ફટકારવામાં આવ્યો

બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણીમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે. રાજકોટના 63 શિક્ષકોને રૂપિયા 92000નો દંડ ફટકાર્યો છે. બોર્ડના પેપર ચેકિંગમાં 10થી 40 માર્કની ભૂલ કરી છે. ધોરણ 10થી 12ના પેપર ચેકિંગમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે. માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે એવું નથી. શિક્ષકોએ પેપર ચકાસણીમાં ભૂલ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટના શિક્ષકોને 92,000નો દંડ ફટકારવામાં આવ્યો માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે એવું નથી, શિક્ષકો પણ કરી શકે છે. 63 શિક્ષકે પેપર ચેકીંગમાં 10 થી 40 માર્કને લઇ ભૂલ કરી છે. જેમાં ગયા વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પેપર ચેકીંગમાં મોટા પ્રમાણમાં ભૂલો કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 ના પેપરની તપાસ કરનારા રાજકોટના શિક્ષકોને 92,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષામાં પેપરો તપાસતી વખતે ભૂલો ના રહે તે માટે બોર્ડ દ્વારા મૂલ્યાંકનકાર, વેરીફાયર, સમિક્ષક અને કો-ઓર્ડીનેટરની નિમણુંક કરાતી હોય છે. એકવાર પેપરો તપાસાયા બાદ માર્કસ લખવામાં ભૂલ નથી કે માર્કસ લખાયા નથી કે જવાબો તપાસાયા છે કે નથી ? આ તમામ બાબતોની ઝીણવટભરી તપાસ થયા પછી જ પેપરો તપાસીને ગાંધીનગર મોકલવામાં આવે છે. આટલી ફુલપ્રુફ સિસ્ટમ હોવા છતા તપાસાયેલા પેપરોની ચકાસણી થાય છે આટલી ફુલપ્રુફ સિસ્ટમ હોવા છતા તપાસાયેલા પેપરોની ચકાસણી થાય છે તો કેટલાક શિક્ષકો માર્કસ મુકવાના ભૂલી જાય છે. કેટલાક શિક્ષકો પ્રશ્ન તપાસીને ત્યાં જવાબ લખવાના ભૂલી જાય છે.આવી ભૂલોના કારણે વિદ્યાર્થીઓેને નુકસાન થતુ હોય છે. આથી જ શહેર અને જિલ્લામાં પેપરો તપાસતી વખતે ભૂલો કરનારા શિક્ષકોને બોર્ડે નોટીસ ફટકારી હતી કે આપને સોંપેલી કામગીરીમાં બેદરકારી રાખી ક્ષતિઓ કરેલ હોવાનું જણાય આવે છે. જેને કારણે બોર્ડની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. તેમજ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેંડા થયેલ હોવાનું જણાય છે.

Rajkot: શિક્ષકોએ પેપર ચકાસણીમાં ભૂલ કરતા દંડ ફટકારવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણીમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે. રાજકોટના 63 શિક્ષકોને રૂપિયા 92000નો દંડ ફટકાર્યો છે. બોર્ડના પેપર ચેકિંગમાં 10થી 40 માર્કની ભૂલ કરી છે. ધોરણ 10થી 12ના પેપર ચેકિંગમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે. માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે એવું નથી. શિક્ષકોએ પેપર ચકાસણીમાં ભૂલ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજકોટના શિક્ષકોને 92,000નો દંડ ફટકારવામાં આવ્યો

માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે એવું નથી, શિક્ષકો પણ કરી શકે છે. 63 શિક્ષકે પેપર ચેકીંગમાં 10 થી 40 માર્કને લઇ ભૂલ કરી છે. જેમાં ગયા વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પેપર ચેકીંગમાં મોટા પ્રમાણમાં ભૂલો કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 ના પેપરની તપાસ કરનારા રાજકોટના શિક્ષકોને 92,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષામાં પેપરો તપાસતી વખતે ભૂલો ના રહે તે માટે બોર્ડ દ્વારા મૂલ્યાંકનકાર, વેરીફાયર, સમિક્ષક અને કો-ઓર્ડીનેટરની નિમણુંક કરાતી હોય છે. એકવાર પેપરો તપાસાયા બાદ માર્કસ લખવામાં ભૂલ નથી કે માર્કસ લખાયા નથી કે જવાબો તપાસાયા છે કે નથી ? આ તમામ બાબતોની ઝીણવટભરી તપાસ થયા પછી જ પેપરો તપાસીને ગાંધીનગર મોકલવામાં આવે છે.

આટલી ફુલપ્રુફ સિસ્ટમ હોવા છતા તપાસાયેલા પેપરોની ચકાસણી થાય છે

આટલી ફુલપ્રુફ સિસ્ટમ હોવા છતા તપાસાયેલા પેપરોની ચકાસણી થાય છે તો કેટલાક શિક્ષકો માર્કસ મુકવાના ભૂલી જાય છે. કેટલાક શિક્ષકો પ્રશ્ન તપાસીને ત્યાં જવાબ લખવાના ભૂલી જાય છે.આવી ભૂલોના કારણે વિદ્યાર્થીઓેને નુકસાન થતુ હોય છે. આથી જ શહેર અને જિલ્લામાં પેપરો તપાસતી વખતે ભૂલો કરનારા શિક્ષકોને બોર્ડે નોટીસ ફટકારી હતી કે આપને સોંપેલી કામગીરીમાં બેદરકારી રાખી ક્ષતિઓ કરેલ હોવાનું જણાય આવે છે. જેને કારણે બોર્ડની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. તેમજ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેંડા થયેલ હોવાનું જણાય છે.