Rajkot: લોધીકામાં વિદ્યાર્થી આપઘાતનો કેસ, શિક્ષણમંત્રીએ કહ્યું 'ખૂબ જ દુઃખદ ઘટના'

રાજકોટના લોધિકામાં ધોરણ 11માં અભ્યાસ કરતા કિશોરની આત્મહત્યા મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે તપાસ ચાલી રહી છે, ખુબ જ દુઃખદ ઘટના છે. જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે તપાસ કરી રહ્યા છે, જે કરવું પડતું હશે એ કરીશું.લોધીકામાં વિદ્યાર્થીના આપઘાત મુદ્દે તપાસ તેજ તમને જણાવી દઈએ કે લોધીકામાં વિદ્યાર્થીના આપઘાત મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે અને તપાસ ટીમના સદસ્ય અલ્પા જોટાગિયાએ નિવેદન આપતા કહ્યું કે નિવેદનો નોંધ્યા છે, તપાસ ચાલુ છે. આ સમગ્ર રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવશે અને પોલીસની તપાસ પોલીસ કરશે. જે હકીકત હશે તે સામે આવશે. આ અંગે શાળાના વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવામાં આવશે. મૃતક વિદ્યાર્થીના કાકાએ સંદેશ ન્યૂઝ સાથે કરી વાત લોધીકામાં વિદ્યાર્થીએ ગઈકાલે આપઘાત કર્યો હતો. જેને લઈને મૃતક વિદ્યાર્થીના કાકાએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે શાળામાં પોલીસનો ડર અપાય છે, અમારો એકનો એક દીકરો જતો રહ્યો, આ દરમિયાન વાત કરતાં-કરતાં મૃતકના કાકા રડી પડ્યા હતા. ત્યારે છાપરા ગામના સ્થાનિકોએ નિવેદન આપતા કહ્યું કે અમારા ગામમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે, સત્ય સામે લાવીને જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ.સ્યૂસાઈડ નોટમાં થયો મોટો ખુલાસો ઉલ્લેખનીય છે કે લોધીકામાં વિદ્યાર્થીના આપઘાત મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ટીમ બનાવીને શાળામાં શિક્ષકોના નિવેદન લેવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા છે. આ દરમિયાન એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે, જેમાં ત્રણ શિક્ષકો પર આરોપ થયા છે. આ ત્રણ શિક્ષકો દ્વારા ત્રાસ મુદ્દે ટીમ તપાસ કરશે. મોસમી મેડમ, વિભૂતિ મેડમ અને સચિન સર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે આકસ્મિક મોત થયાની પ્રાથમિક નોંધ કરી છે અને વાલીની ફરિયાદ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે.

Rajkot: લોધીકામાં વિદ્યાર્થી આપઘાતનો કેસ, શિક્ષણમંત્રીએ કહ્યું 'ખૂબ જ દુઃખદ ઘટના'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના લોધિકામાં ધોરણ 11માં અભ્યાસ કરતા કિશોરની આત્મહત્યા મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે તપાસ ચાલી રહી છે, ખુબ જ દુઃખદ ઘટના છે. જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે તપાસ કરી રહ્યા છે, જે કરવું પડતું હશે એ કરીશું.

લોધીકામાં વિદ્યાર્થીના આપઘાત મુદ્દે તપાસ તેજ

તમને જણાવી દઈએ કે લોધીકામાં વિદ્યાર્થીના આપઘાત મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે અને તપાસ ટીમના સદસ્ય અલ્પા જોટાગિયાએ નિવેદન આપતા કહ્યું કે નિવેદનો નોંધ્યા છે, તપાસ ચાલુ છે. આ સમગ્ર રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવશે અને પોલીસની તપાસ પોલીસ કરશે. જે હકીકત હશે તે સામે આવશે. આ અંગે શાળાના વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવામાં આવશે.

મૃતક વિદ્યાર્થીના કાકાએ સંદેશ ન્યૂઝ સાથે કરી વાત

લોધીકામાં વિદ્યાર્થીએ ગઈકાલે આપઘાત કર્યો હતો. જેને લઈને મૃતક વિદ્યાર્થીના કાકાએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે શાળામાં પોલીસનો ડર અપાય છે, અમારો એકનો એક દીકરો જતો રહ્યો, આ દરમિયાન વાત કરતાં-કરતાં મૃતકના કાકા રડી પડ્યા હતા. ત્યારે છાપરા ગામના સ્થાનિકોએ નિવેદન આપતા કહ્યું કે અમારા ગામમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે, સત્ય સામે લાવીને જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ.

સ્યૂસાઈડ નોટમાં થયો મોટો ખુલાસો

ઉલ્લેખનીય છે કે લોધીકામાં વિદ્યાર્થીના આપઘાત મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ટીમ બનાવીને શાળામાં શિક્ષકોના નિવેદન લેવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા છે. આ દરમિયાન એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે, જેમાં ત્રણ શિક્ષકો પર આરોપ થયા છે. આ ત્રણ શિક્ષકો દ્વારા ત્રાસ મુદ્દે ટીમ તપાસ કરશે. મોસમી મેડમ, વિભૂતિ મેડમ અને સચિન સર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે આકસ્મિક મોત થયાની પ્રાથમિક નોંધ કરી છે અને વાલીની ફરિયાદ આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરશે.