Rajkot: રાજકોટમાં ડેન્ગ્યુએ વધુ 2 વ્યક્તિઓનો ભોગ લીધો, સપ્તાહમાં 24 નવા કેસ
રાજયભરમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ ડેન્ગ્યુ, મલેરીયા, તાવ, શરદી-ઉધરસ, ચિકનગુનીયા અને ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે. રાજકોટમાં ડેન્ગ્યુએ વધુ બે વ્યક્તિનો ભોગ લેતા હાહાકાર મચી ગયો છે.મળતી માહિતી મુજબ, રાજકોટમાં વરસાદી વાતાવરણથી રોગચાળો વકર્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુએ વધુ 2 વ્યક્તિઓનો ભોગ લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 24 નવા કેસ નોંધાયા છે. ચિકનગુનિયા અને ટાઈફોઈડના 3-3 નવા કેસ નોંધાયા છે. સામાન્ય તાવ, શરદી, ઉધરસના 1800થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટમાં એક સપ્તાહમાં મેલેરિયાના 2 કેસ નોંધાયા છે.રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 24 નવા કેસ નોંધાયાઆરોગ્ય તંત્રના ચોપડે નોંધાયેલા કેસો મુજબ ગત તારીખ 7 થી 15 સુધી અઠવાડિયામાં ડેન્ગ્યુના 24, મેલેરીયાના 2, ચિકન ગુનિયાના 3, ટાઇફોઇડના 3, કોલેરાનો 1, તાવના 673, શરદી-ઉધરસના 1112, ઝાડા-ઉલટીના 166 કેસ નોંધાયા છે. જેથી મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્રની 360 ટીમો દ્વારા 1,02,316 ઘરોમાં પોરાનાશક કામગીરી અને ફિલ્ડ વર્કરો દ્વારા 6242 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત મચ્છર ઉત્પતી સબબ બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સરકારી કચેરી સહિત 335 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને નોટીસ આપી રૂ.30100નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયભરમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ ડેન્ગ્યુ, મલેરીયા, તાવ, શરદી-ઉધરસ, ચિકનગુનીયા અને ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે. રાજકોટમાં ડેન્ગ્યુએ વધુ બે વ્યક્તિનો ભોગ લેતા હાહાકાર મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં વરસાદી વાતાવરણથી રોગચાળો વકર્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુએ વધુ 2 વ્યક્તિઓનો ભોગ લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 24 નવા કેસ નોંધાયા છે. ચિકનગુનિયા અને ટાઈફોઈડના 3-3 નવા કેસ નોંધાયા છે. સામાન્ય તાવ, શરદી, ઉધરસના 1800થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટમાં એક સપ્તાહમાં મેલેરિયાના 2 કેસ નોંધાયા છે.
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 24 નવા કેસ નોંધાયા
આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયેલા કેસો મુજબ ગત તારીખ 7 થી 15 સુધી અઠવાડિયામાં ડેન્ગ્યુના 24, મેલેરીયાના 2, ચિકન ગુનિયાના 3, ટાઇફોઇડના 3, કોલેરાનો 1, તાવના 673, શરદી-ઉધરસના 1112, ઝાડા-ઉલટીના 166 કેસ નોંધાયા છે. જેથી મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્રની 360 ટીમો દ્વારા 1,02,316 ઘરોમાં પોરાનાશક કામગીરી અને ફિલ્ડ વર્કરો દ્વારા 6242 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત મચ્છર ઉત્પતી સબબ બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સરકારી કચેરી સહિત 335 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને નોટીસ આપી રૂ.30100નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.