Rajkot ભાજપમાં ટિકિટ માટે મહાકુંભ , 12 વોર્ડમાં 656 દાવેદારોનો ધસારો, વોર્ડ નંબર-7માં 77 દાવેદારો

Apr 2, 2026 - 02:00
Rajkot ભાજપમાં ટિકિટ માટે મહાકુંભ , 12 વોર્ડમાં 656 દાવેદારોનો ધસારો, વોર્ડ નંબર-7માં 77 દાવેદારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રંગીલા રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં ઉમેદવારોનો અભૂતપૂર્વ રાફડો ફાટ્યો છે. 12 વોર્ડની સેન્સ દરમિયાન કુલ 656 દાવેદારોએ પક્ષ પાસે ટિકિટની માંગણી કરી છે, જેમાં પૂર્વ મેયરથી લઈને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.

વોર્ડ નં. 7 માં રેકોર્ડબ્રેક 77 દાવેદારો

ભાજપનો અભેદ્ય ગઢ ગણાતા અને સૌથી વધુ સવર્ણ મતદારો ધરાવતા વોર્ડ નંબર-૭ માં ટિકિટ માટે સૌથી મોટું યુદ્ધ જોવા મળી રહ્યું છે. અહીં સૌથી વધુ 77 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. બીજી તરફ, OBC મતદારોનું પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર-1માં પણ 73 જેટલા દાવેદારો મેદાનમાં આવ્યા છે. પક્ષના નિરીક્ષકો સમક્ષ દાવેદારોએ પોતાની શક્તિ અને કામગીરીનું પ્રદર્શન કર્યું હતું.

વોર્ડ નં. 15: ભાજપ માટે હજુ પણ કપરા ચઢાણ

રાજકોટના રાજકારણમાં વોર્ડ નંબર-૧૫ હંમેશા ચર્ચામાં રહે છે, કારણ કે ભાજપ આ વોર્ડ આજ દિન સુધી જીતી શક્યું નથી. આ વખતે પણ અહીં સૌથી ઓછો ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં માત્ર 25 દાવેદારોએ જ હિંમત બતાવી છે. આગામી દિવસોમાં વોર્ડ નં. ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૬ અને ૧૮ માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે. પૂર્વ મેયર, ડેપ્યુટી મેયર અને સંગઠનના મોટા માથાઓએ પણ લાઈનમાં ઉભા રહીને ટિકિટ માંગી હોવાથી પસંદગીકારો માટે માથાના દુખાવા જેવી સ્થિતિ સર્જાઈ છે.


આ પણ વાંચો---     Gujarat BJPનો માસ્ટરપ્લાન, ભાજપના નવા 'ક્રાઇટેરિયા' એ અનેક મોટા માથાઓની ઊંઘ ઉડાડી, CECની બેઠકમાં થયા આ કડક નિર્ણયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0