Rajkot: પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો, PI સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ

રાજકોટમાં ગઈ કાલે એક મોટી ઘટના બની હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો થયો હતો. જે મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આરોપ કરાયો હતો. જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતો. મળતી માહિતી મુજબ, રાજકોટ પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર PI સંજય પાદરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. નોંધનીય છે કે, PI સંજય પાદરિયા જૂનાગઢમાં પોતાની ફરજ બજાવે છે અત્યારે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. હુલમાની ઘટના રાજકોટમાં બની હતી જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, BNS ની 109 (1), 115 (2), 118 (1), 352, 351(3) તથા GP એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.નોંધનીય છે કે, જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ પણ લગાવ્યાં છે. સમાજ સાથે ગદારી કરી કહી હુમલો કર્યાનો, પહેલા હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા માર્યાનો આરોપ જયંતિ સરધારા (Jayanti Sardhara)એ પીઆઈ સંજય પાદરિયા પર લગાવ્યો છે. 'સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાનો PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો છે. મહત્વની વાત એ છે કે, જ્યાં આ ઘટના બની એ જગ્યા એટલે કે, પાર્ટી પ્લોટના CCTV તપાસવામાં આવે તો સમગ્ર ઘટનાની જાણ થઈ શકે તેમ છે. જોકે, આ મામલે અત્યારે રાજકોટ તાલુકા પોસીલે PI સંજય પાદરિયા સામે ફરિયાદ નોંધી દીધી છે.

Rajkot: પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો, PI સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ગઈ કાલે એક મોટી ઘટના બની હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો થયો હતો. જે મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

એટલું જ નહીં પરંતુ ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયાએ હુમલો કર્યાનો આરોપ કરાયો હતો. જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતો. મળતી માહિતી મુજબ, રાજકોટ પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર PI સંજય પાદરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. નોંધનીય છે કે, PI સંજય પાદરિયા જૂનાગઢમાં પોતાની ફરજ બજાવે છે અત્યારે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. હુલમાની ઘટના રાજકોટમાં બની હતી જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, BNS ની 109 (1), 115 (2), 118 (1), 352, 351(3) તથા GP એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

નોંધનીય છે કે, જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ પણ લગાવ્યાં છે. સમાજ સાથે ગદારી કરી કહી હુમલો કર્યાનો, પહેલા હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા માર્યાનો આરોપ જયંતિ સરધારા (Jayanti Sardhara)એ પીઆઈ સંજય પાદરિયા પર લગાવ્યો છે. 'સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાનો PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો છે. મહત્વની વાત એ છે કે, જ્યાં આ ઘટના બની એ જગ્યા એટલે કે, પાર્ટી પ્લોટના CCTV તપાસવામાં આવે તો સમગ્ર ઘટનાની જાણ થઈ શકે તેમ છે. જોકે, આ મામલે અત્યારે રાજકોટ તાલુકા પોસીલે PI સંજય પાદરિયા સામે ફરિયાદ નોંધી દીધી છે.