Rajkot: ઉપલેટામાં ખનીજ ચોરી ઝડપાઈ, 66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજ્યમાં વધુ એક વખત ખનીજ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના ઉપલેટામાંથી ખનીજની ચોરી ઝડપાઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સરકારી જમીનમાંથી માટીની ચોરી પકડાઈ છે.1 જેસીબી અને 2 ટ્રેક્ટર સાથે માટીનો 600 ટન જથ્થો જપ્ત આ સમગ્ર ગેરકાયદેસર માટી ચોરીની ઘટના ઉપલેટા મામલતદારે પકડી પાડી છે. ઉપલેટાના ઢાંક ગામે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા મોકેશ્રવર નેશથી આગળ પાટણ જવાના રસ્તા પર ગેરકાયદેસર માટી ચોરી ઉપલેટા મામલતદારે ઝડપી છે. આ સાથે જ ઘટના સ્થળ પરથી 1 JCB, 2 ટ્રેક્ટર સાથે ખનીજ માટીની ચોરીના 600 ટન જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 66,40,000 આંકવામાં આવી રહી છે. હાલમાં આ જપ્ત કરેલા વાહનો અને માટીની ચોરીનો જથ્થો ભાયાવદર પોલીસને સોંપવામા આવેલો છે. અમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ, ખાણ ખનિજ વિભાગના સિક્યુરિટી ઉપર કર્યો હુમલો થોડા દિવસ અગાઉ જ અમરેલીની શેત્રુંજી નદીમાં વહેલી સવારે રેડ કરવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ખનિજ માફિયાઓનો આતંક ખાણ ખનિજ વિભાગના સિક્યુરિટી ઉપર જોવા મળ્યો હતો. ખનિજ માફિયા ત્રણ ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારી દ્વારા મળતી વિગત પ્રમાણે ત્રણ શખ્સોએ પોતાના વાહનોને બચાવવા માટે થઈને હુમલો કર્યો હતો. સિક્યુરિટી મુકેશ જોષીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અવાર નવાર જીવના જોખમે કાર્યવાહી કરતા અધિકારીઓ ઉપર હુમલાના બનતા બનાવોને નાથવા કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. હુમલામાં ઈજાગ્રસ્ત સિક્યુરિટી મુકેશ જોષીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને ઘટનાની જાણ કરાતા અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે પ્રાઈવેટ વાહનથી રાજસ્થળીના શેત્રુંજીના નદી કાંઠે ખાણ ખનીજના સિક્યોરિટી મુકેશ ભાઈ જોશી પર હુમલો થયો હતો. ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર ભાવેશ સાધુએ જણાવ્યું કે મુકેશ ભાઈ જોશી પર ગામના ત્રણ લોકો આવીને અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરીને માર મારવામાં આવ્યો હતો. ત્રણેય લોકોએ હાથે પથ્થર ઘસીને 108 બોલાવીને અમે દાખલ થઈ જઈ છે તેવી ખાણ ખનીજ વિભાગને ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

Rajkot: ઉપલેટામાં ખનીજ ચોરી ઝડપાઈ, 66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વધુ એક વખત ખનીજ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના ઉપલેટામાંથી ખનીજની ચોરી ઝડપાઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સરકારી જમીનમાંથી માટીની ચોરી પકડાઈ છે.

1 જેસીબી અને 2 ટ્રેક્ટર સાથે માટીનો 600 ટન જથ્થો જપ્ત

આ સમગ્ર ગેરકાયદેસર માટી ચોરીની ઘટના ઉપલેટા મામલતદારે પકડી પાડી છે. ઉપલેટાના ઢાંક ગામે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા મોકેશ્રવર નેશથી આગળ પાટણ જવાના રસ્તા પર ગેરકાયદેસર માટી ચોરી ઉપલેટા મામલતદારે ઝડપી છે. આ સાથે જ ઘટના સ્થળ પરથી 1 JCB, 2 ટ્રેક્ટર સાથે ખનીજ માટીની ચોરીના 600 ટન જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 66,40,000 આંકવામાં આવી રહી છે. હાલમાં આ જપ્ત કરેલા વાહનો અને માટીની ચોરીનો જથ્થો ભાયાવદર પોલીસને સોંપવામા આવેલો છે.

અમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ, ખાણ ખનિજ વિભાગના સિક્યુરિટી ઉપર કર્યો હુમલો

થોડા દિવસ અગાઉ જ અમરેલીની શેત્રુંજી નદીમાં વહેલી સવારે રેડ કરવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ખનિજ માફિયાઓનો આતંક ખાણ ખનિજ વિભાગના સિક્યુરિટી ઉપર જોવા મળ્યો હતો. ખનિજ માફિયા ત્રણ ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારી દ્વારા મળતી વિગત પ્રમાણે ત્રણ શખ્સોએ પોતાના વાહનોને બચાવવા માટે થઈને હુમલો કર્યો હતો.

સિક્યુરિટી મુકેશ જોષીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા

અવાર નવાર જીવના જોખમે કાર્યવાહી કરતા અધિકારીઓ ઉપર હુમલાના બનતા બનાવોને નાથવા કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. હુમલામાં ઈજાગ્રસ્ત સિક્યુરિટી મુકેશ જોષીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને ઘટનાની જાણ કરાતા અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે પ્રાઈવેટ વાહનથી રાજસ્થળીના શેત્રુંજીના નદી કાંઠે ખાણ ખનીજના સિક્યોરિટી મુકેશ ભાઈ જોશી પર હુમલો થયો હતો.

ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર ભાવેશ સાધુએ જણાવ્યું કે મુકેશ ભાઈ જોશી પર ગામના ત્રણ લોકો આવીને અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરીને માર મારવામાં આવ્યો હતો. ત્રણેય લોકોએ હાથે પથ્થર ઘસીને 108 બોલાવીને અમે દાખલ થઈ જઈ છે તેવી ખાણ ખનીજ વિભાગને ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.